12 November, 2025 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે બોની કપૂરની ૭૦મી વર્ષગાંઠ હતી. તેમના આ જન્મદિવસને ઊજવવા એક ફૅમિલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોની અને મોના કપૂરનાં સંતાનો અર્જુન અને અંશુલાએ તેમ જ બોની અને શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી તેના બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે હાજર રહી હતી. આ પાર્ટીમાં બોનીના ભાઈઓ અનિલ કપૂર અને સંજય કપૂર પોતાની પત્નીઓ સુનીતા અને મહીપ સાથે હાજર રહ્યા હતા. આ પાર્ટીની ગ્રુપ-તસવીરમાં બોનીની બહેન રીના મારવાહ અને બનેવી સંદીપ મારવાહ પણ જોવા મળે છે. જોકે આ તસવીરમાં નાની દીકરી ખુશી અને અંશુલાના ફિયૉન્સે રોહન ઠક્કરની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી.