દીપિકા પાદુકોણ બની લેડી સિંઘમ અને આલિયા ભટ્ટે અપનાવ્યો લારા ક્રૉફ્ટનો લુક

02 November, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંબાણી-પરિવારની હૅલોવીન-પાર્ટીમાં સ્ટાર્સ અલગ જ અંદાજમાં જોવા મળ્યા

નીતા અંબાણી, આર્યન ખાન, જાહ્‌નવી કપૂર, આલિયા ભટ્ટ - દીપિકા પાદુકોણ

શુક્રવારે અંબાણી-પરિવાર દ્વારા હૅલોવીન-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સ્ટાર્સ અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, આર્યન ખાન, નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્ળોકા મહેતા જેવી સેલિબ્રિટીઝે પોતાના અનોખા કૉસ્ચ્યુમ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં નીતા અંબાણી ‘બ્રેકફાસ્ટ ઍટ ટિફનીઝ’ના ઑડ્રી હેપબર્નના લુકમાં પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. એ સિવાય આલિયા ભટ્ટે ‘ટૂમ્બ રેઇડર’ની લારા ક્રૉફ્ટ જેવો લુક અપનાવ્યો હતો જ્યારે દીપિકા પાદુકોણ ‘લેડી સિંઘમ’ના ગેટઅપમાં જોવા મળી હતી.

nita ambani festivals alia bhatt deepika padukone ranveer singh arjun kapoor aryan khan entertainment news bollywood gossips bollywood events bollywood