14 November, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યનની ગર્લફ્રેન્ડ લૅરિસા બોનેસીની બર્થ-ડે વિશે બધાનું ધ્યાન ખેંચ્યું છે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની બુધવારે ૨૮મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેને મિત્રોથી માંડીને ફૅન્સે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. જોકે આ બધા મેસેજમાં આર્યનની ગર્લફ્રેન્ડ લૅરિસા બોનેસીની બર્થ-ડે વિશે બધાનું ધ્યાન ખેંચ્યું છે. લૅરિસાએ પોતાની વિશમાં લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે વન ઍન્ડ ઓન્લી. તું યુનિવર્સ +1નો હકદાર છે. તું જે ઇચ્છે તે પ્રાપ્ત કરે. હું તારા માટે ઘણું ગૌરવ અનુભવું છું અને હું હંમેશાં તારી સફળતા અને ખુશી માટે ચીઅર કરતી રહીશ. તું શ્રેષ્ઠ છે, તું નંબર વન છે.’
લૅરિસા હંમેશાં આર્યનને સપોર્ટ કરતી જોવા મળે છે. તેણે ‘The Ba***ds of Bollywood’નું પણ પ્રમોશન કર્યું હતું અને શોના સ્ક્રીનિંગમાં પણ હાજર રહી હતી. લૅરિસા અને આર્યન બન્નેએ ક્યારેય પોતાના સંબંધ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી અને ડેટિંગની ચર્ચાને ખોટી પણ નથી ગણાવતાં.