02 December, 2025 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ‘બૉર્ડર 2’નો દિલજિત દોસાંઝનો લુક જાહેર કરવામાં આવ્યો હતો
ગઈ કાલે ‘બૉર્ડર 2’નો દિલજિત દોસાંઝનો લુક જાહેર કરવામાં આવ્યો હતો. દિલજિતની સાથે સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી, મેધા રાણા, સોનમ બાજવા અને મોના સિંહને ચમકાવતી આ ફિલ્મ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’ની સીક્વલ છે. ફર્સ્ટ લુકમાં દિલજિતને ઇન્ડિયન ઍર ફોર્સના ઑફિસરના યુનિફૉર્મમાં દેખાડવામાં આવ્યો છે, જે એક ફાઇટર જેટના કૉકપિટમાં જોવા મળે છે. દિલજિત ફિલ્મમાં ફ્લાઇંગ ઑફિસર નિર્મલજિત સિંહ સેખોંની ભૂમિકામાં છે જેમને મરણોપરાંત પરમવીર ચક્રનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે પાકિસ્તાન ઍર ફોર્સની રેઇડ વખતે નિર્મલજિત સિંહ સેખોંએ શ્રીનગર ઍર બેઝને એકલા હાથે સુરક્ષિત રાખ્યું હતું.