02 December, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તેરે ઇશ્ક મેં’ના લીડ સ્ટાર્સ
ધનુષ અને ક્રિતી સૅનનને લીડ રોલમાં ચમકાવતી ‘તેરે ઇશ્ક મેં’ હાલમાં રિલીઝ થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે સૌથી વધારે ફી ધનુષે લીધી છે. મળતી માહિતી પ્રમાણે ધનુષે આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા લીધા છે અને એની સરખામણીમાં લીડ ઍક્ટ્રેસ ક્રિતી સૅનનને પાંચ કરોડ રૂપિયા જેટલી ખૂબ ઓછી ફી મળી છે. આજના સમયમાં જ્યારે હિરોઇનો સમાન વેતનની ડિમાન્ડ કરી રહી છે ત્યારે આ ફિલ્મ માટે ક્રિતીને લીડ ઍક્ટર કરતાં ત્રણ ગણી ઓછી ફી મળી છે. આમ ફિલ્મના લીડ ઍક્ટર અને લીડ ઍક્ટ્રેસની ફીમાં ૧૦ કરોડ રૂપિયા જેટલો તફાવત છે.
50.95
પહેલા ત્રણ દિવસમાં ભારતમાં બૉક્સ-ઑફિસ પર આટલા કરોડ રૂપિયાનું નેટ કલેક્શન