12 November, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઍક્ટર ગોવિંદા
બોલીવૂડ જગતમાંથી ફરી એકવાર ગભરાવી નાખે તેવા સમાચાર મળી રહ્યા છે. એકબાજુ પ્રેમ ચોપડા તેમજ ધર્મેન્દ્રજી સારવાર હેઠળ છે ત્યાં ઍક્ટર ગોવિંદાની પણ તબિયત લથડી (Govinda Hospitalized) છે. મીડિયા અહેવાલો અનુસાર મંગળવારે મોડી રાત્રે તેઓ પોતાના ઘરે જ બેભાન થઇ ગયા હતા. તાબડતોબ તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોતાના ઘરે જ બેભાન થઇ ગયા હોવાથી તાત્કાલિક તેઓને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓને ઈમરજ્ન્સી વિભાગમાં લઇ જવામાં આવ્યા છે અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ઍક્ટર ગોવિંદા (Govinda Hospitalized)ના તમામ હેલ્થ રીપોર્ટ કરવામાં આવ્યા છે. હવે ન્યુરો કન્સલ્ટેશનના રીપોર્ટ અને ડોક્ટર્સ શું કહે છે તેના પર બધાની નજર મંડાયેલી છે. જોકે રાહતના સમાચાર છે કે તાત્કાલિક સારવાર મળી હોવાને કારણે ગોવિંદાની સ્થિતિ સ્ટેબલ છે. છતાં પણ વધુ કૅરની જરૂર હોઈ ડોક્ટર્સ આગળની સારવાર માટે ન્યુરોલોજીકલ વિભાગના રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
ગયા વર્ષે ગોળી વાગી હતી ગોવિંદાને
તમને જણાવી દઈએ કે ઍક્ટર ગોવિંદાને આ રીતે જ એક વર્ષ પહેલાં હોસ્પિટલ (Govinda Hospitalized)માં દાખલ કરવા પડ્યા હતા. તેમને પગમાં ગોળી વાગી હોવાથી ત્યારે તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તે ઘટનાની વાત કરીએ તો તે સમયે ગોવિંદા વહેલી સવારે કોલકાતામાં એક શો માટે રવાના થવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પરોઢિયે આશરે ૫ વાગ્યે તેમને ગોળી વાગી હતી. આ બીના બાદ ગોવિંદાના ડૉક્ટર તેમની સાથે તેમના જુહૂ નિવાસસ્થાન નજીકની ક્રિટીકેર હોસ્પિટલમાં ગયા હતા. ઘૂંટણ પાસે ઊંડો ઘા થયો હોવાથી ત્યાં તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક કલાક ઓપરેશન ચાલ્યું હતું ત્યારે જઈને તેમના પગમાંથી ગોળી બહાર કાઢવામાં આવી હતી. તેમના મેનેજરે જણાવ્યું હતું કે ગોવિંદા પોતાની લાઇસન્સ રિવોલ્વર કબાટમાં મૂકી રહ્યા હતા ત્યારે રિવોલ્વર તેમના હાથમાંથી નીચે પડી ગઈ હતી અને ગોળી છૂટીને તેમના પગમાં વાગી હતી. જોકે આ બીનામાંથી હેમખેમ ઊગરીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગોવિંદાએ સૌને જણાવ્યું હતું કે, "હું કોલકાતામાં એક શો માટે જઈ રહ્યો હતો અને સવારના લગભગ પાંચ વાગ્યા હતા તે સમયે રિવોલ્વર મારા હાથમાંથી પડી ગઈ હતી. હું ડઘાઈ ગયો હતો અને પછી મેં લોહીની ધાર મારા પગમાંથી નીકળતા જોઈ હતી"
હાલમાં ગોવિંદા હોસ્પિટલમાં ભરતી કરાયા છે. ડોક્ટર્સની ટીમ (Govinda Hospitalized) તેમની દેખરેખ રાખી રહી છે. સ્વાસ્થ્યલક્ષી બાબતોને લઈને તેઓને ઓચિંતા હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી છે. આમ અચાનક તેઓને હેલ્થ પ્રોબ્લેમ આવતાં તેમના ચાહકો ચિંતામાં મુકાયા છે.