09 June, 2026 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનું રિલેશનશિપ સ્ટેટસ ફરી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં બન્ને એક મૂવી-ડેટમાંથી બહાર નીકળતી વખતે ફોટોગ્રાફર્સથી બચવા માટે તેમની સાથે સંતાકૂકડી રમતાં ઝડપાઈ ગયાં હતાં તો હાલમાં બન્ને કારમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે નવા વિડિયોમાં તેમણે કૅમેરાથી બચવાનો કોઈ જ પ્રયાસ નહોતો કર્યો અને ઇબ્રાહિમે તો ફોટોગ્રાફર્સ સામે જોઇને થમ્બ્સ-અપનો ઇશારો પણ કર્યો હતો. ઇબ્રાહિમ અને પલકે તેમની રિલેશનશિપ સ્વીકારી નથી પણ તેમની હરકતો તેમની ખાસ રિલેશનશિપ તરફ ઇશારો કરે છે.