14 November, 2025 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
જયા બચ્ચન ફરી એકવાર મીડિયા પ્રત્યેના પોતાના કઠોર વલણ માટે હેડલાઇન્સમાં આવી છે. શ્રીમતી બચ્ચન ઉદ્યોગના પ્રખ્યાત ડિઝાઇનર જોડી, અબુ જાની સંદીપ ખોસલાના ફેશન શોમાં હતા, પરંતુ તેમણે તરત જ પૅપરાઝી પર પ્રહાર કર્યા. તેણી તેમની પુત્રી, શ્વેતા બચ્ચન સાથે સૂટ પહેરી દેશી લુકમાં એન્ટ્રી લીધી. બનેનો ટ્વીનીંગ લુક અદભુત લાગતું હતું, ત્યારે જયા મીડિયા સમક્ષ આવતાની સાથે જ ગુસ્સે થઈ ગઈ.
તેણે ફક્ત બધાને ગુસ્સાથી જ નહીં, પણ ટોણાં પણ માર્યા. જો કે, ઇવેન્ટની અંદરનો વીડિયો સામે આવતાની સાથે જ તેનો સંપૂર્ણપણે બદલાયેલો દેખાવ દેખાઈ આવ્યો. તેને જોઈને કોઈને વિશ્વાસ ન થયો કે તે આટલી ગુસ્સે છે. થયું એવું કે રેમ્પ પર તબુને જોઈને તે ઉભી થઈ ગઈ, જોરથી તાળીઓ પાડવા લાગી અને તેને ફ્લાઈંગ કિસ આપી, ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. જ્યાં તેના બદલાયેલા રંગની સાથે, તેની પુત્રી સાથેનો તેનો ટ્વિનિંગ સ્ટાઇલ જોવા જેવો હતો.
પહેલા તો શું થયું તે જાણો
જેમ જેમ જયા પૅપ્સ પાસેથી પસાર થઈ રહી હતી, તેઓ બધા જોરથી તેનું નામ લેવા લાગ્યા. શ્રીમતી બચ્ચન થોડીક સેકન્ડો માટે તેમની સામે જોઈ રહ્યા, પછી તેમની પાસે ગયા અને કહ્યું, "તમે લોકો અહીં છો ને? ફોટા પાડો અને પોતાનું વર્તન સુધારો. ઠીક છે... ચૂપ રહો અને તમારું મોં બંધ રાખો. ફોટા પાડો, તમારું કામ પૂરું... તમે પર્સનલ કમેન્ટ્સ કરતા રહો છો." આટલું કહીને, તે ચાલી ગઈ.
તાજેતરમાં, તેમણે દિલ્હીની કૉન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલી એક વ્યક્તિ પર ગુસ્સો કરીને તેને ધક્કો માર્યો હતો અને તેને કહ્યું હતું કે ‘શું કરી રહ્યા છો તમે? આ શું છે?’ જયા બચ્ચનના આ વર્તનથી ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હવે સોશ્યલ મીડિયા પર તેમનો આ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેમના વર્તનની ટીકા કરી રહ્યા છે. આ વાઇરલ વિડિયોમાં જયા લાલ સાડી અને સમાજવાદી પાર્ટીની લાલ ટોપીમાં જોવા મળે છે. આ વિડિયો પર ઍક્ટ્રેસ અને BJPનાં સંસદસભ્ય કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે અને જયા બચ્ચનને સૌથી બગડેલાં અને વિશેષાધિકાર પ્રાપ્ત મહિલા ગણાવ્યાં છે. કંગનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટની સ્ટોરીમાં આ વિડિયો શૅર કર્યો છે અને કૅપ્શનમાં લખ્યું છે કે ‘સૌથી બગડેલાં અને વિશેષાધિકાર પ્રાપ્ત મહિલા. લોકો તેમનાં નખરાં કે પછી બેવકૂફીઓ ફક્ત એટલા માટે સહન કરે છે કારણ કે તેઓ અમિતાભ બચ્ચનજીનાં પત્ની છે. સમાજવાદી ટોપી કૂકડાની કલગી જેવી લાગે છે, જ્યારે તેઓ પોતે કૂકડા જેવાં લાગે છે.’