24 May, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સૅનન
ક્રિતી સૅનને ૨૦૧૪માં ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ક્રિતીએ બૉલીવુડમાં પોતાનાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પોસ્ટ શૅર કરી હતી. ક્રિતીએ જણાવ્યું હતું કે તેની ડેબ્યુ હિન્દી ફિલ્મ ‘હીરોપંતી’માં સ્ક્રીન પરનો તેનો પહેલો શૉટ પાણીપૂરી ખાવાનો હતો. આ પોસ્ટ શૅર કરતાં તેણે લખ્યું હતું, ‘વાહ, ફિલ્મોની આ જાદુઈ દુનિયામાં પ્રવેશ કર્યાને આજે ૧૨ વર્ષ થઈ ગયાં. હાહા... હું એટલી મોટી ફૂડી છું કે મારી ડેબ્યુ હિન્દી ફિલ્મમાં સ્ક્રીન પરનો પહેલો શૉટ પાણીપૂરી ખાવાનો હતો.’