પહેલાં ધનુષ અને પછી શ્રેયસ ઐયર સાથેની ડેટિંગ-અફવા વિશે મૃણાલ ઠાકુરે શું કહ્યું?

02 December, 2025 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી ચર્ચા છે કે મૃણાલ ઠાકુર ક્રિકેટર શ્રેયસ ઐયર સાથે સીક્રેટ રિલેશનશિપમાં છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મૃણાલ ઠાકુર વિશે થોડા દિવસ પહેલાં એવી વાતો વહેતી થઈ હતી કે તે ધનુષને ડેટ કરી રહી છે અને લેટેસ્ટ એવી ચર્ચા ઊપડી છે કે તે ક્રિકેટર શ્રેયસ ઐયર સાથે સીક્રેટ રિલેશનશિપમાં છે. આ બધી વાતોની મૃણાલે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર મસ્ત ફીરકી લીધી હતી. મમ્મી તેની ચંપી કરતી હોય એવો પોતાનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું : લોકો વાતો કરે છે અને અમે હસીએ છીએ. અને હા, અફવાઓથી મફત પબ્લિસિટી મળે છે અને મને મફતની વસ્તુઓ ગમે છે.

mrunal thakur shreyas iyer dhanush entertainment news bollywood bollywood news