12 November, 2025 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ઇવેન્ટમાં ફિલ્મના ઍક્ટર ધનુષ અને ક્રિતી સૅનન પણ હાજર રહેવાનાં હતાં
મંગળવારની બપોર સુધી ધર્મેન્દ્રની હાલત અત્યંત નાજુક હતી અને એટલે જ ધર્મેન્દ્રની તબિયત અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને કારણે ૨૮ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ની દિલ્હીમાં પ્લાન કરાયેલી એક ઇવેન્ટ કૅન્સલ કરી દેવામાં આવી છે. હકીકતમાં ગઈ કાલે દિલ્હીમાં ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’નું આલ્બમ લૉન્ચ થવાનું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મના ઍક્ટર ધનુષ અને ક્રિતી સૅનન પણ હાજર રહેવાનાં હતાં. આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ ધર્મેન્દ્રની તબિયતને ધ્યાનમાં રાખીને મેકર્સે આ ઇવેન્ટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. આ મામલે મેકર્સે નિવેદન આપ્યું કે ‘દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીની ચિંતાજનક તબિયતને ધ્યાનમાં રાખીને અમે આજનો કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તમારા સહયોગ માટે અમે આભારી છીએ.’
આ સિવાય દિલ્હી ધડાકા અને ધર્મેન્દ્રની નાજુક તબિયતને કારણે આવનારી આવતી કાલથી સ્ટ્રીમ થનારી વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ 3’નું સ્ક્રીનિંગ પણ રદ્દ કરવામાં આવ્યું છે.