દરેક પિતાને વરુણ ધવન જેવો દીકરો મળવો જોઈએ

24 May, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૈ જવાની તો ઇશ્ક હોના હૈની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં દીકરા વિશે વાત કરતી વખતે ડેવિડ ધવનની આંખમાં આવી ગયાં આંસુ

ડેવિડ અને વરુણ ધવન

વરુણ ધવનની રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું ટ્રેલર શનિવારે લૉન્ચ થયું હતું. આ ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં એક વિડિયોમાં ડિરેક્ટર ડેવિડ ધવન પોતાના પુત્ર વરુણ વિશે વાત કરતાં ભાવુક થઈને રડી પડતા જોવા મળે છે. આ ઇવેન્ટ દરમ્યાન ડેવિડ ધવને કહ્યું હતું કે ‘વરુણ એક ખૂબ સારો દીકરો છે અને હંમેશાં તેણે મારી કાળજી લીધી છે. મારી તબિયત ખરાબ હોય ત્યારે પણ તે મારી સાથે ઊભો રહ્યો છે. હૉસ્પિટલમાં પણ તે મારી સાથે જ સૂતો હતો. એનાથી વધુ શું જોઈએ? અભિનેતા તરીકે પણ તે સતત સુધરી રહ્યો છે. તમે જે ઇચ્છો એ તમને આપી શકે છે. દરેક પિતાને વરુણ જેવો દીકરો મળવો જોઈએ.’ પપ્પાની વાત સાંભળીને વરુણ પણ ભાવુક થઈ ગયો હતો. ડેવિડ ધવનને રડતો જોઈને વરુણે તરત જ તેમને ગળે લગાવીને અને સાંત્વન આપીને પ્રેમથી તેમના ગાલ પર કિસ કરી હતી.

varun dhawan david dhawan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news