દિવ્યાંકા ત્રિપાઠીના જોડિયા દીકરાઓની થઈ છઠ્ઠીપૂજા

09 June, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેલિવિઝનના લોકપ્રિય કપલ વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી ૨૬ મેએ જોડિયા દીકરાના પેરન્ટ્સ બન્યાં છે. બન્ને પોતાના યુટ્યુબ વ્લૉગ્સ દ્વારા ચાહકોને મમ્મી-પપ્પા બનવાની સફર અને નવી જવાબદારીઓ વિશે સતત અપડેટ આપતાં રહે છે.

દિવ્યાંકા ત્રિપાઠીના જોડિયા દીકરાઓની થઈ છઠ્ઠીપૂજા

ટેલિવિઝનના લોકપ્રિય કપલ વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી ૨૬ મેએ જોડિયા દીકરાના પેરન્ટ્સ બન્યાં છે. બન્ને પોતાના યુટ્યુબ વ્લૉગ્સ દ્વારા ચાહકોને મમ્મી-પપ્પા બનવાની સફર અને નવી જવાબદારીઓ વિશે સતત અપડેટ આપતાં રહે છે. હવે તેમણે નવા વ્લૉગમાં જોડિયાં બાળકોના જન્મના છઠ્ઠા દિવસે યોજાયેલી ખાસ ‘છઠ્ઠીપૂજા’ની ઝલક શૅર કરી છે.
‘છઠ્ઠીપૂજા’ના આ પ્રસંગે પરિવારના નજીકના સભ્યો હાજર રહ્યા હતા. વિવેકની મમ્મી અને સાસુ ઉપરાંત તેમના પપ્પા અને સસરા પણ આ ખાસ પ્રસંગમાં સામેલ થયાં હતાં. વ્લૉગની શરૂઆતમાં વિવેકે જણાવ્યું હતું કે જોડિયાં બાળકોના જન્મના ૬ દિવસ પૂર્ણ થતાં પરિવારે તેમની છઠ્ઠીપૂજાનું આયોજન કર્યું હતું. વ્લૉગમાં વિવેક પોતાની મમ્મીને પૂજાની તૈયારીમાં મદદ કરતો જોવા મળે છે. તેણે રસોઈ બનાવવાથી લઈને પૂજાની અન્ય તૈયારીઓ સુધી દરેક કામમાં મદદ કરી હતી. એ પછી સમગ્ર પરિવારે સાથે મળીને પૂજા-અર્ચના કરી હતી અને એની કેટલીક ખાસ ક્ષણો ચાહકો માટે શૅર કરી હતી.

divyanka tripathi vivek dahiya television news indian television entertainment news