અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

24 May, 2026 06:51 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા ગોલ પર ફોકસ કરો અને ફાલતુ સિચુએશનથી ડિસ્ટ્રૅક્ટ ન થાઓ. ભવિષ્ય માટે પ્લાન બનાવો, પરંતુ હાલમાં શું કરવું છે એના પર પણ કામ કરો. એ વાતનું ધ્યાન રાખો કે તમે કોના પર ભરોસો કરી શકો છો અને જરૂર પડ્યે દોસ્તોની મદદ લઈ શકો છશે. આ તમારા પ્રોફેશનલ નેટવર્કને વધારવાનો અને સંપર્કોનો ફાયદો ઉઠાવવા માટેનો પૉઝિટિવ સમય છે. 

જેમિની જાતકો એક મિત્ર તરીકે 
જેમિની રાશિના જાતકો આસપાસ હોય તો મજેદાર માહોલ બને છે. તેઓ જ્યાં હોય ત્યાં મિત્રો બનાવી લઈ શકે છે. એવું કહેવાય છે કે તેમની દોસ્તી બહુ ઉપર-ઉપરની હોય છે. એમાં ઇમોશનલ જોડાણ તેમને અસહજ કરી નાખે છે. તેમની ઍડ્જસ્ટ કરવાની ક્ષમતા અને સાહસિક સ્પિરિટ તેમને મજેદાર દોસ્ત બનાવે છે. તેઓ તરત કંઈક નવું કરવા માટે તૈયાર રહે છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

જે લોકો કાયદાકીય વિવાદોમાં ગૂંચવાયેલા હોય તેમણે જરૂરી વાતોની સ્પષ્ટતા ડૉક્યુમેન્ટમાં સાફ-સાફ લખાવવી જરૂરી છે. હાઈ રિટર્ન્સનું પ્રૉમિસ મળતું હોય તો પણ કૉમ્પ્લિકેટેડ બાબતોમાં રોકાણ કરવાનું ટાળો. 
હેલ્થ-ટિપ : હેલ્થ કે લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલા કોઈ પણ નિર્ણયો ત્યારે જ લો જ્યારે તમને બરાબર સમજાઈ ગયું હોય કે તમારે વાસ્તવમાં શાની જરૂર છે. કોઈ પણ ચીજ હદથી વધુ ફૉલો કરવાથી બચો. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

ઈમાનદારી જરૂરી છે, પરંતુ તમે ક્યારેક ડિપ્લોમૅટિક રહીને પણ વિનમ્રતાથી જે કહેવું હોય એ કહી શકો છો. જીવનમાં સ્પષ્ટતા મેળવવા માટે જિંદગીને અલગ દૃષ્ટિકોણથી જુઓ 
હેલ્થ-ટિપ  : કોઈ પણ બીજી થેરપી કે દવા અજમાવતાં પહેલાં જાતે રિસર્ચ કરી લો. જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે પોતાનું થોડું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

જે લોકો પર ખૂબ જવાબદારીઓ છે તેમણે પોતાના સમય અને સંસાધનોને સારી રીતે મૅનેજ કરવાની જરૂર છે. એ બાબતે સ્પષ્ટ રહો કે તમારા માટે શું જરૂરી છે અને શું નહીં. 
હેલ્થ-ટિપ : તમારી હેલ્થ અને એનર્જી-લેવલ પર અસર કરનારી નાની-નાની આદતો બદલવાની કોશિશ કરો. સુનિશ્ચિત કરો કે તમે નિયમિત અને પૂરતી ઊંઘ લો. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જે બદલાવો કરવાનું તમને જરૂરી લાગતું હોય એને વધુ કૉમ્પ્લિકેટેડ કર્યા વિના જ અપનાવી લો. જો તમે પહેલાં પૈસાને લઈને કોઈ ભૂલ કરી છે તો એમાંથી પાઠ શીખી લો અને ફરીથી એ દોહરાવશો નહીં. 
હેલ્થ-ટિપ : જો તમારું પાચનતંત્ર સેન્સિટિવ હોય તો ખાવા-પીવામાં ધ્યાન રાખો. તમે ભલે ગમે એટલા બિઝી કેમ ન હો, વર્કઆઉટ કરવા માટે સમય કાઢી લો. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જે મહત્ત્વનું નથી એવી કોઈ પણ બાબતોને કારણે તમે લક્ષ્ય પરથી ધ્યાન ભટકાવશો નહીં. જે લોકો કાયદાકીય મામલાઓ સાથે ડીલ કરી રહ્યા છે તેમણે તમામ ડૉક્યુમેન્ટ્સ અપડેટેડ અને તૈયાર રાખવા જોઈએ. 
હેલ્થ-ટિપ : જો તમને ખાંસીનો પ્રૉબ્લેમ હોય તો ગળાનું વધુ ધ્યાન રાખશો. લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવો કરવા માટે તૈયાર રહેશો, ભલે એ તમને મુશ્કેલ લાગે. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ બદલાતી પરિસ્થિતિને સંતુલિત રીતે હૅન્ડલ કરો. બની શકે કે તમે ધારો છો એટલું ખરાબ આ ન હોય. કોઈ એવા દોસ્ત માટે સમય કાઢો જેને તમે ઘણા સમયથી મળ્યા નથી. 
હેલ્થ-ટિપ : જેમને માથાના દુખાવાની તકલીફ હોય તેમણે દવા લેવાનું વિચારતા પહેલાં આંખોની તપાસ કરાવી લેવી જરૂરી છે. વડીલોએ આંખોની વિશેષ કાળજીની જરૂર છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જૂના કોઈ ઇશ્યુને ફરીથી દોહરાવશો નહીં. લોકો પ્રત્યે કરુણા દાખવો અને પ્રયત્ન કરો કે તેમણે તમારી સાથે જે કંઈ પણ ખોટું કર્યું છે એ માટે તેમને માફ કરી દઈ શકો. કામના સ્થળે તમારી પાસે જે સંસાધનો છે એનો અસરકારક ઉપયોગ કરો. 
હેલ્થ-ટિપ : જે લોકોને અસ્થમા કે બ્રૉન્કાઇટિસ જેવી સમસ્યાઓ છે તેમણે પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વર્કઆઉટ કરતી વખતે વધુ ખેંચાઈ ન જશો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

પરિવારના ફાઇનૅન્સ અને રોકાણ પર ધ્યાન આપો. ઘર ખરીદવા કે બાળકોના ઉચ્ચ ભણતર માટે મોટા ખર્ચનું પહેલેથી પ્લાનિંગ કરી રાખો. ક્રીએટિવ પ્રોફેશનલમાં કામ કરનારા લોકો માટે આ સારો સમય છે. 
હેલ્થ-ટિપ : ઑનલાઇન જોવા મળેલી કોઈ પણ હેલ્થ-ટિપ પર અમલ કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો. સૂવાના કમસે કમ એક કલાક પહેલાં ઑનલાઇન કન્ટેન્ટ જોવાનું બંધ કરી દો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારે કોઈ સાથે લડાઈ કરવી છે તો એ બાબતે સમજદારી દાખવો. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે તમને એ પરિસ્થિતિ સાથે કોઈ લેવા-દેવા ન હોય. જો તમારું બજેટ ઓછું હોય તો ખર્ચને લઈને સાવધાન રહેશો. 
હેલ્થ-ટિપ : જો તમે વધુ સ્ટ્રેસફુલ ફીલ કરો છો તો સભાનતાપૂર્વક કંઈક એવું કરો જેનાથી તમને આરામ મળે.  એવી પરિસ્થિતિમાં પડવાથી બચો જેમાં તમારી એનર્જી ખતમ થઈ જાય. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જેમનું બજેટ ઓછું છે તેમણે બિનજરૂરી કોઈ પણ ચીજ ખરીદવા માટે ઇમર્જન્સી ફન્ડને તોડવાનો વિચાર પણ ન કરવો જોઈએ. કાર ચલાવતી વખતે ભલે રસ્તો ખાલી હોય તો પણ સ્પીડ ન વધારવી. 
હેલ્થ-ટિપ : ડૉક્ટરે બતાવેલા લાઇફસ્ટાઇલના બદલાવો માટે પ્રતિબદ્ધતા દાખવો. જેટલું થઈ શકે એટલું ઘરનું જ ખાવાની કોશિશ કરો. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કોઈ પણ સ્પર્ધા હોય, એમાં તમારું બેસ્ટ જ આપો અને પૉલિટિક્સમાં પડશો નહીં. લીગલ સિચુએશનને કૉન્ફિડન્સ સાથે તરત નિપટાવો. 
હેલ્થ-ટિપ : જો તમારે કોઈ સર્જરી કરાવવાની હોય તો સેકન્ડ ઓપિનિયન લઈ લો. વર્કઆઉટ કરતી વખતે કરોડરજ્જુ અને પીઠનું ધ્યાન રાખો. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

સ્વરોજગાર ધરાવતા બિઝનેસમેનોએ ફાઇનૅન્સ ધ્યાનથી સંભાળવાની જરૂર છે. આ એ સિંગલ્સ લોકો માટે એક પૉઝિટિવ સમય છે જે લોકો પોતાનું સોશ્યલ નેટવર્ક વિસ્તારવા માગે છે. 
હેલ્થ-ટિપ : જો તમે પોતાનું ધ્યાન નહીં રાખો તો કોઈ જૂની બીમારી વધુ વકરી શકે છે. લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલા નિર્ણયો સમજી-વિચારીને લેશો. 

astrology life and style lifestyle news horoscope astrologer pisces taurus gemini aquarius sagittarius cancer leo virgo capricorn libra scorpio