વિન્ટર ફૅશનમાં અન્ડરરેટેડ હૂડીથી મેળવો એફર્ટલેસ અને સ્ટાઇલિશ લુક

12 November, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિન્ટર ફૅશનમાં હૂડી એક એવો ઑપ્શન છે જે સ્ટાઇલ, કમ્ફર્ટ અને વૉર્મ્થ ત્રણેય બૅલૅન્સ કરે છે. એ સરળ હોવા છતાં લુકને ટ્રેન્ડી બનાવે છે. થોડું ધ્યાન કલર-કૉમ્બિનેશન અને સ્ટાઇલિંગ પર આપશો તો હૂડી તમને દરેક પ્રસંગે સ્માર્ટ લુક આપશે

તમારા હૂડીને સ્ટ્રીટ-સ્ટાઇલમાંથી સ્માર્ટ-કૅઝ્યુઅલ કૅટેગરીમાં કેવી રીતે લઈ જવું એ જાણી લો

ઘણા પુરુષો હજી પણ હૂડીને માત્ર કૅઝ્યુઅલ આઉટફિટ જ માને છે, પરંતુ ફૅશનજગતમાં આ કમ્ફર્ટેબલ આઉટફિટે એક લક્ઝરી ટચ મેળવી લીધો છે. ૨૦૨૪-’૨૫ના વિન્ટર ટ્રેન્ડ્સમાં ક્લાસી અને પૉલિશ્ડ હૂડીએ સ્વેટશર્ટનું સ્થાન લીધું છે. જો તમે તમારા રોજિંદા લુકને એફર્ટલેસ રીતે સ્ટાઇલિશ બનાવવા માગતા હો તો તમારા હૂડીને સ્ટ્રીટ-સ્ટાઇલમાંથી સ્માર્ટ-કૅઝ્યુઅલ કૅટેગરીમાં કેવી રીતે લઈ જવું એ જાણી લો.

ન્યુટ્રલ કલરનો દબદબો : બ્લૅક, ગ્રે, નેવી બ્લુ, બેજ અને ઑલિવ ગ્રીન જેવા ન્યુટ્રલ કલર્સનાં હૂડીઝ હંમેશાં ટ્રેન્ડમાં રહે છે. આ રંગોને કારણે હૂડીને વધુ ક્લાસી લુક મળે છે અને એને કોઈ પણ પ્રકારના પૅન્ટ સાથે સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે.

મિનિમલ બ્રૅન્ડિંગ : લાઉડ ડિઝાઇનિંગ એટલે આગળ અથવા પાછળ મોટા અને બ્રાઇટ કલર્સમાં પ્રિન્ટિંગ હોય એવા હૂડીને બદલે  પ્લેઇન અથવા મિનિમલ બ્રૅન્ડિંગ કે સિમ્બૉલવાળું હૂડી વધુ પસંદ કરવામાં આવે છે. જેમ કે પૉકેટ પર કે કફ પર નાનો લોગો હોય, લોગોના રંગ ફૅબ્રિકના રંગ સાથે મૅચ થાય અથવા કૉન્ટ્રાસ્ટ થાય તો ટાઇમલેસ લુક આપે છે. મોટા અને ભડકાઉ લોગો ઘણી વાર ટીનેજ અથવા સ્પોર્ટી લાગે છે, પણ જો નાના લોગો હશે તો પહેરનારના વસ્ત્રની ડિઝાઇન અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત થશે અને લુક વધુ સૉફિસ્ટિકેટેડ લાગશે.

ટેક્સ્ચરમાં રિચનેસ : બહારથી હેવી અને અંદરથી નરમ દેખાતું લક્સ કૉટન ફ્લીસ કોટ જેવો હેવી લુક આપે છે. આ ઉપરાંત મેરિનો વુલ નામના બ્રીધેબલ અને ગરમ ફૅબ્રિકની સૉફ્ટનેસ લુકને વધુ એલિગન્ટ બનાવે છે.

ઓવરસાઇઝ્ડ ફિટ : આરામદાયક અને રિલૅક્સ્ડ ​ફિટવાળું ઓવરસાઇઝ્ડ હૂડી પણ એક મોટો ટ્રેન્ડ છે. જોકે ક્લાસી લુક માટે આ ઓવરસાઇઝ્ડ હૂડીને હંમેશાં સ્લિમ-ફિટ જીન્સ કે જૉગર્સ સાથે બૅલૅન્સ કરવું જરૂરી છે. પુલઓવર હૂડી વધુ કૅઝ્યુઅલ વાઇબ આપે છે, જ્યારે ઝિપ-અપ હૂડીને લેયરિંગ માટે વધારે અનુકૂળ ગણાય છે.

સ્ટાઇલ કેવી રીતે કરશો?

કોટ અને જૅકેટ સાથે લેયરિંગ

હૂડીને સ્માર્ટ લુક આપવા માટે તમે એને વિવિધ જૅકેટ્સ અને કોટ્સ સાથે જોડી શકો છો. હૂડી નીચે સફેદ અથવા કાળું શર્ટ અને ઉપર સ્ટાઇલ કરવું હોય તો ડેનિમ જૅકેટ અથવા બૉમ્બર જૅકેટ પહરશો તો લુક પ્રીમિયમ લાગશે. લેધર જૅકેટ કે બૉમ્બર જૅકેટ સાથે ડાર્ક કલરનું હૂડી પહેરવાથી તમને અર્બન કૅઝ્યુઅલ લુક મળશે. આ લુક ઠંડીમાં હૂંફ આપવાની સાથે એક પૉલિશ્ડ અને સૉફિસ્ટિકેટેડ વાઇબ આપે છે. હળવા કૅઝ્યુઅલ લુક માટે ડેનિમ જૅકેટ સાથે હૂડીનું કૉમ્બિનેશન ટાઇમલેસ છે. જો તમે ઑફિસમાં ફ્રાઇડે કૅઝ્યુઅલ લુક ઇચ્છો છો તો સાદા, લોગો વગરના હૂડીને બ્લેઝરની નીચે પહેરી શકો છો.

બૉટમવેઅર સાથે કરો બૅલૅન્સ

તમે હૂડીને સ્લિમ-ફિટ અથવા સ્ટ્રેઇટ-ફિટ જીન્સ સાથે પહેરો. જીન્સ અને હૂડીનું આ ક્લાસિક કૉમ્બિનેશન કોઈ પણ રોજિંદા આઉટિંગ માટે યોગ્ય છે. બ્લુ અથવા બ્લૅક સ્ટ્રેઇટ અથવા સ્લિમ જીન્સ અને સૉલિડ હૂડીનો કૉમ્બો ક્યારેય આઉટ ઑફ ફૅશન નથી થતો. જૉગર્સ અથવા ટ્રૅક પૅન્ટ્સ સાથે ડેઇલી વૉક અથવા કૅઝ્યુઅલ આઉટિંગ માટે આ લુક અપનાવી શકાય. આ કૉમ્બિનેશન સાથે સ્લીક લેધર સ્નીકર્સ પહેરવાથી સ્માર્ટ કૅઝ્યુઅલ લુક મળે છે. ઍક્સેસરીઝમાં સ્પોર્ટી ઘડિયાળને બદલે સારી લેધર સ્ટ્રેપવાળી ઘડિયાળ પહેરવાથી લુકમાં સૉફિસ્ટિકેશન આવે છે. કૅપ પહેરશો તો વિન્ટર લુક વધુ સ્ટાઇલિશ બનશે.

fashion fashion news life and style lifestyle news columnists