12 November, 2025 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેથી-કાજુ-કેરી સબ્ઝી
સામગ્રી : ૧ ટમેટું, ૩ લસણ, ૧ કાંદો, ૩ મરચાં, ૮ કાજુ (પેસ્ટ માટે), ૧ કપ મેથી, પાંચ કાજુ, ૧ કેરી.
રીત : મિક્સરમાં ટમેટું, લસણ, કાંદો, મરચાં નાખી પેસ્ટ કરવી. કાજુને પલાળવાં અને પછી એની પેસ્ટ બનાવવી. કડાઈમાં રાઈ, જીરું અને પેસ્ટ નાખવી. કાજુની પેસ્ટ નાખવી. મીઠું, હળદર, ગરમ મસાલો, મરચાની ભૂકી, પાણી થોડું નાખી પકાવવું. ઢાંકીને તેલ છૂટું પડે પછી કેરીના ટુકડા નાખવા. નરમ થાય એટલે મેથી ચૉપ કરીને નાખીને હલાવવું. એ પછી ઢાંકીને સીઝવવું. ખાંડ નાખવી, કાજુના ટુકડા ફ્રાય કરીને નાખવા. કોથમીર નાખવી. ગૅસ બંધ કરવો. ગરમાગરમ રોટી-પરાઠા કે નાન-કુલચા સાથે સર્વ કરવું.
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)