19 July, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિનોઆ દલિયા પુડિંગ (એનર્જી બૂસ્ટર)
સામગ્રી : ૧ ચમચો કિનોઆ, ૧ ચમચો બાજરી અને જુવાર, દોઢ કપ શેરડીનો રસ, દોઢ કપ ગોળનું પાણી, ૧ વાટકો દૂધમાં પલાળેલાં કાજુ, બદામ, કિસમિસ, ૧ ચમચો શેકેલા મખાણાનો પાઉડર, ૧ ટી-સ્પૂન એલચી પાઉડર, ડેકોરેશન માટે લાલ ડ્રૅગન ફ્રૂટના પીસ અને ફુદીનાનાં પાન, તકમરિયાં.
રીત : સૌપ્રથમ કિનોઆ, બાજરી, જુવાર ઘીમાં અલગ-અલગ શેકવાં, ઠંડાં પડે એટલે કરકરા પીસવાં, પછી એમાં શેરડીનો રસ, ગોળનું પાણી, દૂધમાં પલાળેલાં ડ્રાયફ્રૂટ નાખી હલાવીને કુકરમાં મીડિયમ ગૅસ પર ૩-૪ સીટી વગાડવી. એ પછી બહાર કાઢીને એમાં શેકેલા મખાનાનો પાઉડર, એલચી પાવડર, પલાળેલા તકમરિયા નાખી હલાવીને ૪-૫ કલાક ફ્રિજમાં મૂકવું. પછી બહાર કાઢી ડ્રાયફ્રૂટ, ડ્રૅગન ફ્રૂટના પીસ અને ફુદીનાનાં પાનથી ડેકોરેટ કરવું.
-શીલા મોદી
હોમ ટિપ્સ
ચોમાસામાં કપડાં સુકાતાં નથી તો શું કરશો?
ચોમાસામાં ભેજવાળા વાતાવરણને લીધે કપડાં ન સુકાય તો એને એક મોટા સૂકા ટુવાલમાં મૂકીને રોલ કરો અને દબાવીને પાણી કાઢી નાખો. નાયલૉન અને શર્ટ્સ માટે આ ટ્રિક અસરકારક છે.
વૉશિંગ મશીનમાં કપડાં ધોવાઈ ગયા બાદ ફરી એક વાર સ્પિન કરો અથવા એક્સ્ટ્રા સ્પિન સેટિંગ પર ગોઠવો.
ઘરમાં કપડાં સૂકવતા હો તો એક્ઝૉસ્ટ ફૅન ચાલુ રાખવો જેથી ઘરનો ભેજ દૂર થાય.
થોડાં ભીનાં કપડાં હોય તો ધીમા તાપે ઇસ્ત્રી કરવાથી પણ એ સુકાઈ જશે.
ચોમાસામાં કૉટન અને ડેનિમ કરતાં લિનન, રેયૉન અને પૉલિએસ્ટર જેવાં ફૅબ્રિક પહેરો.