01 November, 2025 02:38 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત યુનિટી-માર્ચને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ આ પ્રસંગે યોજાયેલી રન ફૉર યુનિટીમાં જાણે કે આખું ગુજરાત દોડ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, ભુજ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, વેરાવળ, વ્યારા, દાહોદ, બારડોલી, આણંદ સહિતનાં સ્થળોએ યોજાયેલી દોડમાં લોકો ઊમટ્યા હતા અને ઉત્સાહભેર ભાગ લઈને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પોતાની લાગણી પ્રગટ કરી હતી. અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન સહિતના અગ્રણીઓ અને નાગરિકોએ રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે એકતાના શપથ લીધા હતા.