ચંડોળા તળાવ બાદ અમદાવાદમાં બેદાર તળાવ પરનાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

19 July, 2025 09:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ દબાણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

બેદાર તળાવ પરનાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી ‍વળ્યું હતું

ગુજરાતમાં અમદાવાદના ચંડોળા તળાવ પર બની ગયેલી ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે સરખેજ વિસ્તારમાં બેદાર તળાવ પર બનેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં છે.

બેદાર તળાવની ફરતે અને તળાવમાં ગેરકાયદે રીતે ઔદ્યોગિક પ્રકારનાં દબાણ ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. આ દબાણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બુલડોઝર, બ્રેકર મશીન, ગૅસકટર સહિતનાં સાધનોની મદદથી તોડવાની કામગીરી હાથ ધરીને એક પછી એક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં.

ahmedabad ahmedabad municipal corporation gujarat government gujarat gujarat news