ડોનાલ્ડ ટ્રમ્પ આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, વ્હાઇટ હાઉસે આપ્યું નિવેદન

19 July, 2025 07:17 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Donald Trump Health Update: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગના નીચેના ભાગમાં સોજો છે; વ્હાઇટ હાઉસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે આ સમસ્યાઓ અંગે અનેક પરીક્ષણો કરાવ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકા (United States of America)ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઘણા વૃદ્ધ થઈ ગયા છે. આ જ કારણ છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં સમસ્યાઓ શરૂ થાય છે. વ્હાઇટ હાઉસ (White House)નું કહેવું છે કે, ટ્રમ્પને ચેતા રોગ છે જેના કારણે તેમના પગમાં સોજો આવી રહ્યો છે. તેમણે આ સમસ્યાઓ અંગે અનેક પરીક્ષણો (Donald Trump Health Update) કરાવ્યા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગની ઘૂંટીઓ સુજી થઈ ગઈ હતી અને એક હાથ પર મેકઅપનો એક સ્તર જોવા મળ્યો હતો. જેના કારણે વ્હાઇટ હાઉસને નિવેદન આપવાની ફરજ પડી હતી. ગુરુવારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નીચલા પગમાં સોજો અને જમણા હાથમાં ઈજા થઈ છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટ (Karoline Leavitt)એ એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના ડૉક્ટરનો પત્ર વાંચ્યો, જેમાં કહેવામાં આવ્યું કે બંને બીમારીઓ સામાન્ય છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, તેમના પગમાં સોજો એક સામાન્ય નસની બીમારીને કારણે છે અને તેમના હાથમાં દુખાવો થાય છે કારણ કે તેમણે ઘણા બધા લોકો સાથે હાથ મિલાવ્યા હતા.

કેરોલિન લેવિટના આ ખુલાસાએ ઇન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓનો અંત લાવ્યો છે કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફોટોગ્રાફ્સમાં પુરાવાના આધારે ૭૯ વર્ષીય ટ્રમ્પ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

લેવિટની બ્રીફિંગ પછી, વ્હાઇટ હાઉસે યુએસ નેવી ઓફિસર અને ટ્રમ્પના ફિઝિશિયન સીન બાર્બેલાનો એક પત્ર બહાર પાડ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પને આ સમસ્યાઓ છે કે કેમ તે નક્કી કરવા માટે તેમણે શ્રેણીબદ્ધ પરીક્ષણો કરાવ્યા હતા. બાર્બેલાએ જણાવ્યું હતું કે ,રાષ્ટ્રપતિના પગના અલ્ટ્રાસાઉન્ડમાં ક્રોનિક વેનિસ ઇનફિશિયન્સી જાણ થઈ હતી, જે એક સામાન્ય સ્થિતિ છે. ખાસ કરીને ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ તકલીફ જોવા મળે છે. બાર્બેલાએ જણાવ્યું હતું કે, વધારાના પરીક્ષણોમાં હૃદયની નિષ્ફળતા, કિડની નિષ્ફળતા અથવા અન્ય પ્રણાલીગત રોગના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પને આ સ્થિતિને કારણે કોઈ સમસ્યા નથી. સાથે જ બાર્બેલાએ કહ્યું હતું કે, ટ્રમ્પના જમણા હાથની પાછળ ઉઝરડા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પને ડીપ વેઇન થ્રોમ્બોસિસ અથવા ધમની રોગ હોવાના કોઈ પુરાવા નથી.

નોંધનીય છે કે એપ્રિલમાં, ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિગતવાર તબીબી અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં ૧૨થી વધુ નિષ્ણાતોએ તેમનું મૂલ્યાંકન કર્યું હતું. તે સમયે કોઈ `ક્રોનિક વેનસ અપૂર્ણતા` મળી ન હતી. લેવિટના મતે, તાજેતરના લક્ષણો પછી કરવામાં આવેલી તપાસમાં આ વાત સામે આવી છે.

donald trump united states of america white house international news news world news