02 December, 2025 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગૂગલે પિક્સેલ ફોન માટે એક નવું ફીચર શરૂ કર્યું છે જે અંતર્ગત બૉસને કર્મચારીઓના મેસેજ મોકલવામાં આવી શકશે. આ મેસેજ ડિલીટ કરાયા હોય અથવા એડિટ કરાયા હોય તો પણ બૉસને મોકલી શકાશે. આ સુવિધા મુખ્યરૂપે ઑફિસના કામ માટે વાપરવા માટે પિક્સેલ ફોન પર લાગુ પડે છે. ગૂગલના પિક્સેલ ફોન પરના RCS (રિચ કમ્યુનિકેશન સર્વિસિસ) મેસેજ માટે આ નવીનતમ સુવિધા શરૂ કરાઈ છે જેમાં બૉસને તેમના કર્મચારીઓના મેસેજ ઍક્સેસ કરવાની મંજૂરી આપશે. ગૂગલે કહ્યું હતું કે આ સુવિધા ઑફિસોને શિસ્તપાલન પૂરી કરવામાં મદદ કરે છે. આ સુવિધા SMS અને MMS મેસેઝ માટે પણ સુસંગત છે.