નેતન્યાહુએ કરી કબૂલાત: ઇઝરાયલે હિઝબુલ્લા પર કર્યા હતા પેજર અટૅક

12 November, 2024 10:40 AM IST  |  Jerusalem | Gujarati Mid-day Correspondent

લેબૅનનમાં હિઝબુલ્લાના ફાઇટર્સનાં પેજર ફાટવા પાછળ ઇઝરાયલનો હાથ હતો એવું કહેવાતું હતું, પણ હવે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે યોજાયેલી સાપ્તાહિક કૅબિનેટની બેઠકમાં આ વાતની કબૂલાત કરી હતી.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ

સપ્ટેમ્બર મહિનામાં લેબૅનનમાં હિઝબુલ્લાના ફાઇટર્સનાં પેજર ફાટવા પાછળ ઇઝરાયલનો હાથ હતો એવું કહેવાતું હતું, પણ હવે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે યોજાયેલી સાપ્તાહિક કૅબિનેટની બેઠકમાં આ વાતની કબૂલાત કરી હતી. લેબૅનનમાં એકસાથે પેજરમાં બ્લાસ્ટ થતાં ૪૦ જણ માર્યા ગયા હતા અને ૩૦૦૦ ઘાયલ થયા હતા. બીજા જ દિવસે વૉકી-ટૉકી સેટમાં પણ આ પ્રકારના બ્લાસ્ટ થયા હતા. આ મુદ્દે લેબૅનને યુનાઇટેડ નેશન્સમાં પણ ફરિયાદ કરી છે.

આ મુદ્દે નેતન્યાહુના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પેજર ઑપરેશન અને હિઝબુલ્લાના નેતા હસન નસરલ્લાના સફાયા માટેનું ઑપરેશન કેટલાક વરિષ્ઠ અધિકારીઓના વિરોધ છતાં પાર પાડવામાં આવ્યું હતું. ઇઝરાયલી મીડિયામાં નેતન્યાહુના આ નિવેદનને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગૈલેન્ટની ટીકા સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. ગયા મંગળવારે નેતન્યાહુએ તેમને આ પદ પરથી બરતરફ કર્યા હતા.

israel benjamin netanyahu international news news world news