આત્મઘાતી હુમલાથી હચમચી ઊઠ્યું પાકિસ્તાન, બલૂચ લિબરેશન ફ્રન્ટે લશ્કરી છાવણીને નિશાન બનાવી

02 December, 2025 09:40 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ આ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારમાં ફ્રન્ટિયર કૉર્ઝ (FC) મુખ્યાલય પાસે રવિવારે રાતે ૯ વાગ્યે આત્મઘાતી હુમલો થયો હતો. બલૂચ બળવાખોર જૂથે પહેલાં FC મુખ્યાલય નજીક આ સંવેદનશીલ કમ્પાઉન્ડમાં પાંચ મોટા વિસ્ફોટ કર્યા અને પછી સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો.

બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ આ આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં એ કમ્પાઉન્ડને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં પાકિસ્તાન સરકારે ખાણકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિદેશી નિષ્ણાતો, એન્જિનિયરો અને કર્મચારીઓ માટે રહેઠાણ અને કાર્યસુવિધાઓ પૂરી પાડી છે.

international news world news pakistan balochistan