02 December, 2025 08:53 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શેખ હસીના
બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પૂર્વાંચલના એક પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના કેસમાં ઢાકાની વિશેષ અદાલતે દોષી ઠેરવ્યાં હતાં. બંગલાદેશના ઍન્ટિ-કરપ્શન કમિશને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભ્રષ્ટાચારને લગતા છ કેસ શેખ હસીના અને તેમના પરિવારના સદસ્યો પર ઠોક્યા હતા. આમાંથી ત્રણ કેસની સુનાવણી ગયા અઠવાડિયે થઈ હતી જેમાં દરેકમાં તેમને ૭-૭ વર્ષની સજા એટલે કે કુલ ૨૧ વર્ષની કેદ સંભળાવવામાં આવી હતી. ગઈ કાલે સોમવારે જમીન-ફાળવણીમાં ભ્રષ્ટાચારના મામલે શેખ હસીનાને પાંચ વર્ષની જેલ સંભળાવવામાં આવી હતી. આ સાથે તેમનાં નાનાં બહેન શેખ રેહાનાને ૭ વર્ષની અને તેમની ભાણેજ (જે બ્રિટનનાં સંસદસભ્ય રહી ચૂકેલાં છે એ) ટ્યુલિપ રિઝવાના સિદ્દીકને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.