રિક્ષાની અડફેટે આવીને ૬૫ વર્ષનાં મહિલાનું મોત

09 December, 2025 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષાચાલક તેમને તાત્કાલિક ભાભા હૉસ્પિટલ લઈ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

શનિવારે ખાર-વેસ્ટમાં મૉર્નિંગ-વૉક માટે નીકળેલાં ૬૫ વર્ષનાં એક મહિલાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મહિલા સવારે ૪.૪૫ વાગ્યે પગપાળા જઈ રહ્યાં હતાં ત્યારે એક રિક્ષાએ તેમને ટક્કર મારી હતી. આ ટક્કરમાં મહિલાને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. રિક્ષાચાલક તેમને તાત્કાલિક ભાભા હૉસ્પિટલ લઈ ગયો હતો જ્યાં મહિલાને મૃત્યુ પામેલાં જાહેર કરવામાં આવ્યાં હતાં.

road accident khar mumbai mumbai news