નશામાં ધુત બાઇકરનું ધતિંગ

14 November, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર અને રિક્ષાને ટક્કર માર્યા પછી પોલીસ સાથે પણ ઝઘડ્યો

દારૂ પીને બાઇક ચલાવતા યુવકને પોલીસ અને સ્થાનિક લોકોએ પકડ્યો હતો.

અંધેરી-વેસ્ટમાં દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતો એક યુવાન પાર્ક કરેલી કાર સાથે અથડાયો હતો અને એ પછી એક રિક્ષાને પણ તેણે ટક્કર મારી હતી. એટલું જ નહીં, પોલીસે તેને પકડ્યો તો તે પોલીસ સાથે પણ ઝઘડવા લાગ્યો હતો. આ આખો બનાવ વિડિયોમાં રેકૉર્ડ થયો હતો અને એ વિડિયો વાઇરલ થયો હતો. મંગળવારે મોડી રાતે ૧૧.૪૫ વાગ્યે અંધેરી-વેસ્ટના હિરલ સુપરમાર્કેટ જંક્શન પાસે આ ઘટના બની હતી. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરાયેલા વિડિયોમાં પૅટ્રોલિંગ કરતી પોલીસના હાથમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતો આ નશેડી બાઇકર જોવા મળે છે. માત્ર પોલીસ જ નહીં, ઘણા સ્થાનિક લોકો પણ દારૂ પીધેલી આ વ્યક્તિને પકડવામાં પોલીસની મદદ કરવા માટે જોડાયા હતા. આ વ્યક્તિને કાબૂમાં લેવા માટે પોલીસ તેને થપ્પડ મારતી પણ જોવા મળે છે. મુશ્કેલથી કાબૂમાં લેવાયા પછી તેને વૅનમાં બેસાડીને પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

mumbai news mumbai andheri mumbai police maharashtra news Crime News mumbai crime news