BMCના ઇલેક્શનની અનામતની લૉટરી ખૂલી, અનેક ગુજરાતી નેતાઓને નુકસાન

12 November, 2025 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા ઘણા ધુરંધર નેતાઓએ પણ હોમગ્રાઉન્ડ છોડીને બીજેથી લડવું પડશે

પ્રતીકાત્મક તસવીર

સ્થાનીય સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને એના પ્રભાગ રિઝર્વેશનની લૉટરી ગઈ કાલે બાંદરાના બાલગંધર્વ રંગ મંદિરમાં બહાર પાડી હતી. એનાં પરિણામો જોતાં BMCમાં ધુરંધર ગણાતા કૉર્પોરેટરોને તેમના હોમગ્રાઉન્ડની કૅટેગરી ફેરવાઈ જતાં ઝટકો લાગ્યો છે. તેમણે જો હવે લડવું હશે તો તેમના હોમગ્રાઉન્ડ સિવાય અન્ય વિભાગમાંથી ઝુકાવવું પડશે. ૨૦૧૭થી તેઓ એ વિસ્તારમાં લોકઉપયોગી કામ કરી રહ્યા હતા અને હવે જો વૉર્ડ બદલવો પડે તો તેમને અન્ય વિસ્તારના મતદારોને રીઝવવા, મત આપવા શું અને કઈ રીતે અપીલ કરવી એ વિશે અસમંજસ સર્જાઈ છે. 

પાંચ વખત BMCમાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવેલા અને વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા તેમ જ ગયા વર્ષે જ કૉન્ગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા રવિ રાજાનો વૉર્ડ હવે અધર બૅકવર્ડ ક્લાસ-મહિલાની અનામત કૅટેગરીમાં આવી ગયો છે. તેમણે આ બદલ કહ્યું હતું કે ‘હું છેલ્લાં પચીસ વર્ષથી સાયન, માટુંગા, ધારાવીમાં કામ કરી રહ્યો છું. આ વૉર્ડના કુલ ૮ પ્રભાગમાંથી ૭ પ્રભાગ હવે મહિલાઓની અનામત કૅટેગરીમાં ફેરવાઈ ગયા છે અને એક જ ઓપન કૅટેગરીનો રહ્યો છે. હું પાર્ટી જેમ કહેશે એમ કરીશ, જે પણ ઉમેદવાર હશે તેને પ્રચારમાં સપોર્ટ કરીશ.’

બાંદરામાં ૩ વખત ચૂંટાઈ આવેલા આસિફ ઝકરિયાનો વૉર્ડ આ વખતે મહિલાઓ માટે અનામતની કૅટેગરીમાં ફેરવાઈ ગયો છે, જ્યારે કે એની બાજુનો વૉર્ડ અધર બૅકવર્ડ ક્લાસ–મહિલાની કૅટેગરીમાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વખતે તેઓ ચૂંટણી નહીં લડે. 

BJPના નગરસેવક પરાગ શાહ, એકનાથ શિંદે સાથે જોડાયેલાં સંધ્યા દોશી અને કિરીટ સોમૈયાના દીકરા નીલ સોમૈયાના વૉર્ડની કૅટેગરી પણ ચેન્જ થઈ ગઈ છે. BJPના એક નેતાએ કહ્યું હતું કે ‘અમારા પાયાના કાર્યકરોને જાણ હતી કે લૉટરીમાં કૅટેગરી ફરી પણ શકે અને ચૂંટણીનાં સમીકરણો બદલાઈ પણ શકે છે. એથી તેઓ અમારી લૉન્ગ ટર્મ સ્ટ્રૅટેજી અનુસાર જ કામ કરી રહ્યા હતા એથી આની વધુ અસર નહીં થાય.’ 

BMCમાં હાલ શિવસેના (એકનાથ શિંદે) VS શિવસેના (UBT)ની શું સ્થિતિ છે?

મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૧૭ની ચૂંટણી વખતે અવિભાજિત શિવસેનાના ૮૪ નગરસેવક હતા. ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ૪ અપક્ષ નગરસેવકો પણ શિવસેનામાં જોડાઈ જતાં સંખ્યા ૮૮ પર પહોંચી ગઈ હતી. એ પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ૬ નગરસેવક પણ શિવસેનામાં જોડાઈ ગયા હતા. એથી તેમની સંખ્યા ૯૪ પર પહોંચી હતી. એ પછી પેટાચૂંટણીઓ થતાં ૨૦૨૨ સુધીમાં સંખ્યા ૯૯ પર પહોંચી ગઈ હતી. એ પછી એકનાથ શિંદે અલગ થતાં એક પછી એક નગરસેવકો એકનાથ શિંદે સાથે જોડાવા માંડ્યા. હાલ શિવસેનાના ૪૪ ભૂતપૂર્વ નગરસેવકો એકનાથ શિંદે સાથે છે, જ્યારે પંચાવન ભૂતપૂર્વ નગરસેવકો ઉદ્ધવ ઠાકરે સાથે છે.

 

BMCમાં બીજા પક્ષોની સ્થિતિ

ભારતીય જનતા પાર્ટી            ૮૨

કૉન્ગ્રેસ          ૨૯

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી        ૮

સમાજવાદી પાર્ટી                  ૨

AIMIM         ૨

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના       ૬

અપક્ષ   ૧

છેલ્લે ૨૦૧૭માં ચૂંટાઈ આવેલા ગુજરાતી નગરસેવકોના વૉર્ડની ગઈ કાલની લૉટરી પછીની સ્થિતિ

પ્રભાગ

૨૦૧૭ના કોર્પોરેટર

લેટેસ્ટ સ્થિતિ

દહિસર – પ્રભાગ ૦૦૨

જગદીશ કરુણાશંકર ઓઝા

મહિલા માટે અનામત

દહિસર - પ્રભાગ ૦૦૮

હરીશ રવજી છેડા

મહિલા માટે અનામત

બોરીવલી - પ્રભાગ ૦૧૦

જિતેન્દ્ર અંબાલાલ પટેલ

અધર બૅકવર્ડ ક્લાસ

બોરીવલી - પ્રભાગ ૦૧૫

પ્રવીણ રિકવચંદ શાહ

મહિલા માટે અનામત

બોરીવલી - પ્રભાગ ૦૧૭

બીના દોશી

મહિલા માટે અનામત

કાંદિવલી - પ્રભાગ ૦૧૮

સંધ્યા દોશી

અધર બૅકવર્ડ ક્લાસ મહિલા માટે અનામત

ગોરેગામ - પ્રભાગ ૦૫૫

હર્ષ ભાર્ગવ પટેલ

ઓપન કૅટેગરી

અંધેરી - પ્રભાગ ૦૬૧

રાજુલ પટેલ

મહિલા માટે અનામત

અંધેરી - પ્રભાગ ૦૮૧

મુરજી પટેલ

મહિલા માટે અનામત

મુલુંડ - પ્રભાગ ૧૦૩

મનોજ કોટક

મહિલા માટે અનામત

મુલુંડ -  પ્રભાગ ૧૦૮

નીલ સોમૈયા

અધર બૅકવર્ડ ક્લાસ મહિલા માટે અનામત

વિદ્યાવિહાર - પ્રભાગ ૧૩૦

બિન્દુ ​િત્રવેદી

અધર બૅકવર્ડ ક્લાસ માટે અનામત

વિદ્યાવિહાર – પ્રભાગ ૧૩૨

પરાગ શાહ

મહિલા માટે અનામત

માટુંગા - પ્રભાગ ૧૭૭

નેહલ શાહ

મહિલા માટે અનામત

મલબાર હિલ - પ્રભાગ ૨૧૯

જ્યોત્સ્ના મહેતા

અધર બૅકવર્ડ ક્લાસ માટે અનામત

ગુલાલવાડી – પ્રભાગ ૨૨૦

અતુલ હસમુખ શાહ

મહિલા માટે અનામત

ભુલેશ્વર - પ્રભાગ ૨૨૧

આકાશ રાજપુરોહિત

ઓપન કૅટેગરી

ધોબીતાળાવ - પ્રભાગ ૨૨૨

રીટા ભરત મકવાણા

હવે અધર બૅકવર્ડ ક્લાસ માટે અનામત

 

BMCના કુલ નગરસેવકોની સંખ્યા ૨૨૭ : અનામતનું બ્રેકઅપ

મહિલાઓ માટે અનામત

૧૧૪

ઓપન કૅટેગરી

૭૫

ઓપન કૅટેગરી મહિલા

૭૪

અધર બૅકવર્ડ ક્લાસ

૩૦

અધર બૅકવર્ડ ક્લાસ મહિલા

૩૧

અનુસૂચિત જનજાતિ

અનુસૂચિત જનજાતિ મહિલા

અનુસૂચિત જાતિ

અનુસૂચિત જાતિ મહિલા

 

અનુસૂચિત જનજાતિ : ૧ બેઠક

વૉર્ડ-નંબર ૫૩

અનુસૂચિત જનજાતિ મહિલા : ૧ બેઠક

વૉર્ડ-નંબર ૧૨૧

અનુસૂચિત જાતિ : ૭ બેઠક

૨૬        ૯૩        ૧૪૦      ૧૪૧      ૧૪૬      ૧૫૨      ૨૧૫

અનુસૂચિત જાતિ - મહિલા : કુલ ૮ બેઠક

૧૧૮      ૧૩૩      ૧૪૭      ૧૫૧      ૧૫૫      ૧૮૩      ૧૮૬      ૧૮૯

 

લૉટરી ખૂલ્યા પછી ૨૨૭ બેઠકોની કેવી છે સ્થિતિ ?

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી હવે યોજાવાની છે ત્યારે ગઈ કાલે એના
વૉર્ડ-વાઇઝ રિઝર્વેશનની લૉટરી ખુલ્લી મુકાઈ હતી. BMCની કુલ ૨૨૭ બેઠકોમાંથી ૧૧૪ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

છેલ્લે BMCની ચૂંટણી ૨૦૧૭માં યોજાઈ હતી. એનો કાર્યકાળ ૨૦૨૨ની ૭ માર્ચે પૂરો થઈ ગયો હતો. એ પછી BMCનો કારભાર ઍડ્‍મિનિસ્ટ્રેટર કમિશનર ભૂષણ ગગરાણી સંભાળી રહ્યા છે.

ઓપન કૅટેગરી : કુલ બેઠક ૭૫

૨૦

૨૨

૨૩

૨૫

૨૯

૩૦

૩૪

૩૫

૩૬

૪૦

૪૩

૪૭

૪૮

૫૪

૫૫

૫૭

૫૮

૫૯

૬૨

૬૫

૬૭

૬૮

૭૫

૮૬

૮૯

૯૦

૯૨

૯૮

૯૯

૧૦૨

૧૦૪

૧૦૬

૧૦૭

૧૦૯

૧૧૯

૧૨૦

૧૨૨

૧૨૩

૧૨૫

૧૪૪

૧૪૫

૧૪૮

૧૪૯

૧૫૪

૧૫૯

૧૬૦

૧૬૧

૧૬૨

૧૬૪

૧૬૫

૧૬૬

૧૬૮

૧૬૯

૧૭૮

૧૮૧

૧૮૫

૧૮૮

૧૯૦

૧૯૨

૧૯૪

૨૦૦

૨૦૨

૨૦૪

૨૦૬

૨૦૭

૨૧૦

૨૧૧

૨૧૪

૨૧૭

૨૨૧

૨૨૫

 

ઓપન કૅટેગરી - મહિલા : કુલ બેઠક ૭૪

૨                ૮                  ૧૪      ૧૫        ૧૬        ૧૭        ૨૧        ૨૪        ૨૮        ૩૧                  ૩૭                ૩૮      ૩૯        ૪૨        ૪૪        ૫૧        ૫૬        ૬૦        ૬૧                  ૬૪                ૬૬      ૭૧        ૭૩        ૭૪        ૭૭        ૭૮        ૭૯        ૮૧                  ૮૩                ૮૪      ૮૮        ૯૪        ૯૬        ૯૭        ૧૦૧      ૧૦૩                  ૧૧૦              ૧૧૨    ૧૧૪      ૧૧૫      ૧૧૬      ૧૨૪      ૧૨૬      ૧૨૭                  ૧૩૧              ૧૩૨    ૧૩૪      ૧૩૯      ૧૪૨      ૧૪૩      ૧૫૬      ૧૫૭                  ૧૬૩              ૧૭૨    ૧૭૩      ૧૭૪      ૧૭૫      ૧૭૭      ૧૭૯      ૧૮૦                  ૧૮૪              ૧૯૬    ૧૯૭      ૧૯૯      ૨૦૧      ૨૦૩      ૨૦૫      ૨૦૯                  ૨૧૨              ૨૧૩    ૨૧૮      ૨૨૦      ૨૨૪      ૨૨૭

અધર બૅકવર્ડ ક્લાસ : કુલ બેઠક ૩૦

૪                ૧૦                ૪૧      ૪૫        ૫૦        ૬૩        ૬૯        ૭૦        ૭૬        ૮૫                  ૮૭                ૯૧      ૯૫        ૧૧૧      ૧૧૩      ૧૩૦      ૧૩૫      ૧૩૬                  ૧૩૭              ૧૩૮    ૧૭૧      ૧૮૨      ૧૮૭      ૧૯૩      ૧૯૫      ૨૦૮                  ૨૧૯              ૨૨૨    ૨૨૩      ૨૨૬

અધર બૅકવર્ડ ક્લાસ - મહિલા : કુલ બેઠક ૩૧

૧                ૬                  ૧૧      ૧૨        ૧૩        ૧૮        ૧૯        ૨૭        ૩૨        ૩૩                  ૪૬                ૪૯      ૫૨        ૭૨        ૮૦        ૮૨        ૧૦૦      ૧૦૫                  ૧૦૮              ૧૧૭    ૧૨૮      ૧૨૯      ૧૫૦      ૧૫૩      ૧૫૮      ૧૬૭                  ૧૭૦              ૧૭૬    ૧૯૧      ૧૯૮      ૨૧૬

mumbai news mumbai bmc election brihanmumbai municipal corporation uddhav thackeray shiv sena eknath shinde bharatiya janata party gujaratis of mumbai gujarati community news congress nationalist congress party maharashtra navnirman sena