મુંબઈમાંથી આ વર્ષે ૬૫૫.૨૫ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ પકડાયાં, ૧૧૦૦ પેડલરની થઈ ધરપકડ

02 November, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩૪૨ કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો છે અને ૧૧૦૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં શહેરમાં ૯૦૬ ડ્રગ્સ સંબંધિત કેસોમાં ૧૩૪૨ કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો છે અને ૧૧૦૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

જપ્ત કરાયેલાં ડ્રગ્સની કુલ કિંમત ૬૫૫.૨૫ કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૭૦ કરોડ રૂપિયા વધુ છે. જપ્ત કરાયેલા પ્રતિબંધિત ડ્રગ્સમાં ગાંજો અને મેફેડ્રોન (MD) સૌથી વધુ પ્રમાણમાં છે.

પોલીસ-ડેટા મુજબ ટ્રાફિકિંગ ઉપરાંત ૫૧૩૭ ડ્રગ-કન્ઝપ્શનના કેસ પણ નોંધાયા હતા, જેના પરિણામે ૪૨૮૪ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫
 હેરોઇન : કેસ ૪૬ , ધરપકડ કરાયેલી વ્યક્તિઓ ૬૧, જપ્ત કરાયેલો જથ્થો ૨.૦૧ કિલો
 ચરસ : કેસ ૧૯, ધરપકડ કરાયેલી વ્યક્તિઓ ૩૧, જપ્ત કરાયેલો જથ્થો ૨૩.૧૫ કિલો
 ગાંજો : કેસ ૫૪૭, ધરપકડ કરાયેલી વ્યક્તિઓ ૫૮૭, જપ્ત કરાયેલી જથ્થો ૧૦૪૯ કિલો
 કોકેન : કેસ ૧૮, ધરપકડ કરાયેલી વ્યક્તિઓ ૩૦, જપ્ત કરાયેલો જથ્થો ૧૦.૨૦ કિલો
 MD : કેસ ૨૧૧, ધરપકડ કરાયેલી વ્યક્તિઓ ૨૯૦, જપ્ત કરાયેલો જથ્થો ૨૫૭.૩૩ કિલો

mumbai news mumbai mumbai crime news Crime News mumbai crime branch crime branch