02 December, 2025 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે થઈ રહેલી રાજ્યની ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપંચાયતની ચૂંટણી માટે સ્ટેટ ઇલેક્શન કમિશને પૂરતી તૈયારી કરી લીધી છે. રાજ્યના ૧,૦૭,૦૩,૫૭૬ મતદારો આજે મતદાન કરશે. સવારે ૭.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. ઇલેક્શનનું રિઝલ્ટ આવતી કાલે સવારે ૧૦ વાગ્યાથી આવવા માંડશે. સ્ટેટ ઇલેક્શન કમિશને આ ચૂંટણી માટે ૧૩,૩૫૫ મતદાન-કેન્દ્રની વ્યવસ્થા કરી છે. ચૂંટણી માટે ૨૮૮ ચૂંટણી-અધિકારી અને ૨૮૮ અસિસ્ટન્ટ ચૂંટણી-અધિકારી નીમવામાં આવ્યા છે, જ્યારે ૬૬,૭૭૫ ઑફિસર અને કર્મચારીઓ આ ચૂંટણીપ્રક્રિયા પાર પાડશે. ઇલેક્શન કમિશને હાલમાં ૨૦ જગ્યાએ ટેક્નિકલ અને કોર્ટ-મૅટરને લઈને ચૂંટણી પોસ્ટપોન કરી છે અને એ ચૂંટણીઓ હવે મોટા ભાગે ડિસેમ્બરના અંત સુધીમાં લેવાશે.
તદારોની સંખ્યા
પુરુષ મતદાર : ૫૩,૭૯,૯૩૧
મહિલા મતદાર : ૫૩,૨૨,૮૭૦
અન્ય મતદાર : ૭૭૫
કુલ મતદાર : ૧,૦૭,૦૩,૫૭૬
કુલ મતદાન-કેન્દ્ર : ૧૩,૩૫૫
નગરપરિષદ / નગરપચંયાતની જિલ્લા અને વિભાગની સંખ્યા
કોકણ વિભાગ – ૨૭
પાલઘર - ૦૪
રાયગડ - ૧૦
રત્નાગિરિ - ૭
સિંધુદુર્ગ - ૪
થાણે - ૨
નાશિક વિભાગ - ૪૯
અહિલ્યાનગર – ૧૨
ધુળે – ૪
જળગાવ – ૧૮
નંદુરબાર – ૪
નાશિક – ૧૧
પુણે વિભાગ કુલ – ૬૦
કોલ્હાપુર - ૧૩
પુણે – ૧૭
સાંગલી – ૮
સાતારા – ૧૦
સોલાપુર – ૧૨
છત્રપતિ સંભાજીનગર વિભાગ – ૫૨
છત્રપતિ સંભાજીનગર – ૭
બીડ - ૬
ધારાશિવ – ૮
હિંગોલી – ૩
જાલના - ૩
લાતુર – ૫
નાંદેડ – ૧૩
પરભણી – ૭
અમરાવતી વિભાગ ૪૫
અમરાવતી - ૧૨
અકોલા – ૬
બુલઢાણા – ૧૧
વાશિમ – ૫
યવતમાળ - ૧૧
નાગપુર વિભાગ ૫૫
ભંડારા - ૪
ચંદ્રપુર – ૧૧
ગઢચિરોલી – ૩
ગોંદિયા – ૪
નાગપુર – ૨૭
વર્ધા – ૬
આજથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટેનો જંગ શરૂ
અને એની પૂર્વસંધ્યાએ પોલીસે અને ઇલેક્શન કમિશને પકડી પાડ્યા રોકડા ૧ કરોડ રૂપિયા
મરાઠવાડાના હિંગોલીમાં ગઈ કાલે પોલીસે અને ઇલેક્શન કમિશનના અધિકારીઓએ ચેકિંગ કરીને એક કારમાંથી એક કરોડ રૂપિયાની કૅશ પકડી પાડી હતી જેમાં ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટનાં બંડલ હતાં.