02 December, 2025 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગ લાગવાથી બિલ્ડિંગની બધી ઑફિસો સાવચેતી માટે ખાલી કરાવવામાં આવી હતી. બધી ઑફિસના કર્મચારીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.
અંધેરી-ઈસ્ટમાં આવેલી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના સેન્ટ્રલ રોડ પર આવેલા ૩ માળના આકૃતિ સેન્ટર પૉઇન્ટ બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે આગ લાગી હતી. ત્રીજા માળે આવેલી ન્યુઝ-ચૅનલ લોકશાહીની ઑફિસમાં આગ લગી હતી. આગ લાગવાથી ઇલેક્ટ્રિક વાયર બળી ગયા હતા એને કારણે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ચાર ફાયર એન્જિનની મદદથી ફાયર-બ્રિગેડે આગ ઓલવી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું.
ભિવંડીમાં પણ આગ
આગની વધુ એક ઘટના ભિવંડીના કલ્યાણ રોડ પર આવેલા રિફક કમ્પાઉન્ડમાં નોંધાઈ હતી. પ્લાસ્ટિકનાં મોતી બનાવવાની કંપનીમાં ગઈ કાલે પરોઢિયે ૫.૩૦ વાગ્યે આગ લાગી હતી. પ્લાસ્ટિકનો મોટો જથ્થા ત્યાં સ્ટોર કરવામાં આવ્યો હોવાથી ટૂંક સમયમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. જોકે બન્ને આગમાં કોઈને ઈજા થઈ નહોતી.