હવે પછી ઑનલાઇન રજિસ્ટર થયેલો ભાડાકરાર જ માન્ય ગણાશે, સ્ટૅમ્પપેપર પર થતું ઍગ્રીમેન્ટ કાયદેસર નહીં ગણાય

12 November, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મકાનમાલિક અને ભાડૂતો વચ્ચેના વ્યવહારોને વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારે મુંબઈ અને ઉપનગરોમાં ઘર ભાડે આપવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. મકાનમાલિકો અને ભાડૂતોએ હવે તેમની વચ્ચે થયેલો ભાડાકરાર ઑનલાઇન નોંધાવવો જરૂરી છે. આ નિયમોનું પાલન ન કરનારને ૫૦૦૦ રૂપિયાનો દંડ અથવા ૩ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.

મહારાષ્ટ્ર સરકારના જણાવવા મુજબ દરેક ભાડાકરાર લેખિતમાં અને ઑનલાઇન નોંધાયેલો હોવો જોઈએ. મહારાષ્ટ્ર રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ, ૧૯૯૯ હેઠળ આ નોંધણીની અરજી ફરજિયાત છે. સ્ટૅમ્પપેપર પર થતું ઍગ્રીમેન્ટ હવે કાયદેસર રીતે પૂરતું માનવામાં આવશે નહીં.

મકાનમાલિક અને ભાડૂતો વચ્ચેના વ્યવહારોને વધુ પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઑનલાઇન રજિસ્ટ્રેશનને લીધે કૉન્ટ્રૅક્ટનો રેકૉર્ડ જળવાશે, જે ભવિષ્યમાં ઊભા થનારા વિવાદોને ઉકેલવામાં મદદ કરી શકશે.

ભાડાકરાર માટે લાગુ કરાયેલા નવા નિયમો
ભાડાકરાર લેખિતમાં અને ઑનલાઇન નોંધાયેલો હશે તો જ યોગ્ય ગણાશે.
માત્ર સ્ટૅમ્પપેપર પર થતું ઍગ્રીમેન્ટ હવે કાયદેસર નહીં ગણાય. 
રેસિડેન્શિયલ પ્રૉપર્ટી માટે ડિપોઝિટ ૩ મહિનાના ભાડા જેટલી રાખી શકાશે, જ્યારે કમર્શિયલ પ્રૉપર્ટી માટે ડિપોઝિટ છ મહિનાના ભાડા જેટલી રાખી શકાશે.
ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછા ૧૯ મહિનાનો ભાડાકરાર જરૂરી.
કરાર પર ડિજિટલ સીલ ફરજિયાત છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra property tax