02 November, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશચતુર્થી જેવા તહેવાર દરમ્યાન મોટા પાયે રકતદાન-ઝુંબેશ ચલાવવામાં આવે છે છતાં મુંબઈમાં બ્લડની અછત છે. એના કારણે દરદીઓ અને તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ઘણા દરદીઓને બ્લડ માટે ૨૪ કલાકથી વધુ રાહ જોવી પડે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ બ્લડ-ડોનેશન માટેની રિક્વેસ્ટથી ઊભરાય છે.
સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (SBTC) મુજબ મુંબઈમાં ૫૮ બ્લડ-બૅન્કો છે. દૈનિક જરૂરિયાત ૫૦૦થી ૧૦૦૦ યુનિટની વચ્ચે છે જે દૈનિક સ્ટૉક કરતાં ઘણી વધારે છે. કેઈએમ, નાયર, સાયન જેવી મુખ્ય હૉસ્પિટલોમાં અત્યારે ફક્ત ૧૧૦૧ યુનિટ બ્લડ ઉપલબ્ધ છે. આ સ્ટૉક બેથી ચાર દિવસ પૂરતો જ છે. બ્લડ ક્લેક્ટ કરતાં ફાઉન્ડેશનો મુજબ મુંબઈને રોજ ૧૦૦૦ રક્તદાતાઓની જરૂર પડે છે. તહેવારોમાં આ કટોકટી વધી જાય છે એટલે વિવિધ ફાઉન્ડેશનો બ્લડ-ડોનેશન માટેની અપીલ કરી રહ્યાં છે.