સીવુડ્સ-દારાવે સ્ટેશનનું નામ હવેથી સત્તાવાર રીતે સીવુડ્સ-દારાવે–કારાવે

02 December, 2025 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે દ્વારા એ સ્ટેશનનો પહેલાં કોડ SWDV હતો જે હવે બદલાઈને SWDK થઈ ગયો હોવાનું રેલવેના પ્રવક્તાએ જણાવ્યું છે.

સીવુડ્સ-દારાવે

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇનના સ્ટેશન સીવુડ્સ-દારાવેનું નામ હવે સત્તાવાર રીતે સીવુડ્સ-દારાવે-કારાવે કરવામાં આવ્યું છે. મૂળમાં એ સ્ટેશન પાસે આવેલી રેસિડેન્શિયલ કૉલોનીનું નામ સીવુડ્સ છે, જ્યારે એ સ્ટેશન પાસે આવેલાં બે ગામ દારાવે અને કારાવે છે. અત્યાર સુધી સીવુડ્સ-દારાવે બોલાતું હતું પણ રાજ્ય સરકારે આને માટે રેલવેને વિનંતી કરી હતી એટલે કારાવે ગામના નામને પણ સ્ટેશનના નામ સાથે જોડી દેવામાં આવ્યું છે એટલે હવે એ સ્ટેશનનું સત્તાવાર નામ સીવુડ્સ-દારાવે–કારાવે કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા એ સ્ટેશનનો પહેલાં કોડ SWDV હતો જે હવે બદલાઈને SWDK થઈ ગયો હોવાનું રેલવેના પ્રવક્તાએ જણાવ્યું છે.

mumbai news mumbai harbour line central railway maharashtra government