02 November, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આચોલે પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીઓ.
નાલાસોપારા-ઈસ્ટના એવરશાઇનનગરમાં ૨૪ ઑક્ટોબરે સાંજે ૨૫ વર્ષના અમિત તિવારીના પેટમાં લોખંડનું ફાઇટર મારી જબરદસ્તી મોબાઇલ છીનવીને નાસી ગયેલા બાવીસ વર્ષના સાગર મિશ્રા અને ૧૯ વર્ષના સાગર વર્માની આચોલે પોલીસે ધરપકડ કરી હતી. નાલાસોપારામાં રહેતા બન્ને આરોપીઓ પાસેથી પોલીસે ૨૪ મોબાઇલ જપ્ત કરીને ચોરીમાં વાપરેલી મોટરસાઇકલ કબજે કરી હતી. પ્રાથમિક તપાસ કરતાં બન્ને આરોપીઓ નશો કરવા માટે ચોરીને અંજામ આપતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આરોપીઓએ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર કમિશનરેટ સહિત મુંબઈ અને થાણેમાં ૧૨થી વધારે મોબાઇલચોરી કરી હોવાની વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.