ઘાટકોપર, કુર્લા, ચેમ્બુર, માટુંગા અને સાયનમાં શુક્રવારે સવારથી બાવીસ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે

12 November, 2025 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૪ નવેમ્બરે સવારે ૧૦થી ૧૫ નવેમ્બરે સવારે ૮ વાગ્યા દરમ્યાન બાવીસ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની મુખ્ય પાઇપલાઇન પરના વાલ્વ બદલવાના હોવાથી શહેરના કેટલાક વૉર્ડમાં પાણીપુરવઠાને અસર પહોંચશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કરેલી જાહેરાત મુજબ ઘાટકોપર, કુર્લા અને ચેમ્બુરના અમુક ભાગોમાં ૧૪ નવેમ્બરે સવારે ૧૦થી ૧૫ નવેમ્બરે સવારે ૮ વાગ્યા દરમ્યાન બાવીસ કલાક સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

જૂની અને નવી તાનસા પાઇપલાઇન (૧૨૦૦ મિલીમીટર) અને વિહાર ટ્રન્ક મેઇન લાઇન (૮૦૦ મિલીમીટર) પરના પાંચ વાલ્વ બદલવામાં આવશે. N વૉર્ડ ઘાટકોપર, L વૉર્ડ કુર્લા, M-વેસ્ટ વૉર્ડ ચેમ્બુર અને F-નૉર્થ વૉર્ડ માટુંગા તથા સાયનમાં પાણીપુરવઠો બંધ રહેશે.

mumbai news mumbai Water Cut mumbai water levels brihanmumbai municipal corporation kurla chembur ghatkopar matunga sion