કાઉન્ટિંગમાં ગરબડ કરી તો જોઈ લઈશું

14 November, 2025 10:25 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવ મતગણતરી પહેલાં જ ગભરાઈ ગયા, આૅફિસરોને ડરાવતાં કહ્યું...

તેજસ્વી યાદવ

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો હવે થોડા જ કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. NDA અને મહાગઠબંધન બન્ને દળોના નેતા હંમેશની મુજબ પોતાની જ જીત થશે એવું જોરશોરથી કહી રહ્યા છે. ગઈ કાલે RJD નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવે પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મહાગઠબંધન જ બહુમત મેળવશે. જોકે એમ છતાં તેમણે મતણગણતરી કરનારા અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જે ઈમાનદારીથી મતગણતરી કરશે તેમણે ડરવાની કોઈ જરૂર નથી, પણ જે લોકો કોઈકના ઇશારા પર કામ કરે છે અને લિમિટ ક્રૉસ કરે છે તેમણે ધ્યાન રાખવું પડશે. જો કોઈ અધિકારીએ મતગણતરી દરમ્યાન ૨૦૨૦ની ચૂંટણી વખતે કરેલી ભૂલ દોહરાવી કે કાઉન્ટિંગ દરમ્યાન ગરબડ કરી તો તેને જોઈ લઈશું.’

national news india bihar bihar elections national democratic alliance political news