02 December, 2025 06:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
દેશભરમાં ડિજિટલ અરેસ્ટના નામે ઘણા ફ્રૉડ થયા છે અને એમાં ક્યારેક પોલીસ તો ક્યારેક કમિશનર, ક્યારેક CBI કે ED જેવી એજન્સીઓના નામે ડરાવીને લોકોને ડિજિટલ અરેસ્ટ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આવા કેસમાં હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને આવા તમામ કેસની તપાસ કરવાનો આદેશ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને આપ્યો છે. ગઈ કાલે સુપ્રીમ કોર્ટની બેન્ચે બૅન્કોની ભૂમિકાની પણ તપાસ કરવા જણાવ્યું છે. આ માટે એજન્સીને ફ્રી હૅન્ડ આપવામાં આવ્યો છે.