02 December, 2025 06:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે કેન્દ્ર સરકારે સંસદમાં દેશની બૅન્કિંગ સિસ્ટમને ચૂનો લગાવીને વિદેશ ભાગી જનારા આર્થિક ગોટાળા કરનારા ગુનેગારોનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઇલ ૫૩ ભાગેડુઓએ મળીને ભારતની બૅન્કોને ૫૮,૦૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવાની સાથે સરકારે સાફ સંદેશો આપ્યો છે કે કોઈ ગુનેગાર ભલે સાત સમંદર પાર જતો રહે એની ગરદન પકડવામાં કોઈ કસર નહીં છોડવામાં આવે.