19 July, 2025 07:16 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
મોહમ્મદ શમી તેની પત્ની હસીન જહાં અને વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં પશ્ચિમ બંગાળના બીરભૂમમાં તેના પડોશીઓ સાથે ઝઘડો કરી રહી છે. આ ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હસીન જહાં તેના પડોશમાં રહેતી મહિલાઓ સાથે ઉગ્ર દલીલ કરી રહી છે.
એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની દીકરી અર્શી જહાં જમીનના વિવાદને લઈને તેમના પડોશીઓ સાથે મારપીટ ઝઘડો કરી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીન ગેરકાયદેસર રીતે જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે પડોશીઓએ તેનો વિરોધ કર્યો, ત્યારે દલીલ વધુ વધી ગઈ અને કથિત રીતે હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે હસીન જહાં તેના પડોશીઓ સાથે દલીલ કરી રહી છે અને લડી રહી છે, જેમાં બાંધકામના કામ દરમિયાન બે મહિલાઓ સામેલ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની લડાઈનો વીડિયો શૅર કરી લખવામાં આવ્યું, "પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સુરી શહેરમાં મોહમ્મદ શમીની અલગ થયેલી પત્ની હસીન જહાં અને તેના પહેલા લગ્નથી થયેલી દીકરી અર્શી જહાં વિરુદ્ધ BNS કલમ 126(2), 115(2), 117(2), 109, 351(3) અને 3(5) હેઠળ હત્યાના પ્રયાસનો FIR દાખલ કરવામાં આવ્યો છે. આ ઝઘડો હસીન જહાંએ સુરીના વોર્ડ નંબર 5 માં એક વિવાદિત પ્લોટ પર બાંધકામ શરૂ કર્યા પછી શરૂ થયો હતો રીતે તેની દીકરી અર્શી જહાંના નામે હોવાનું કહેવાય છે. એવો આરોપ છે કે બાંધકામ અટકાવવાનો પ્રયાસ કર્યા પછી હસીન અને તેની દીકરીએ દાલિયા ખાતુન પર નિર્દયતાથી હુમલો કર્યો હતો."
અહેવાલો મુજબ, હસીન જહાં અને તેની દીકરી અર્શી જહાં બન્ને સામે આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે હત્યાના પ્રયાસ સહિત ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. હાલમાં તપાસ ચાલી રહી છે. અર્શી જહાં હસીન જહાંના પહેલા લગ્નથી થયેલી દીકરી છે. તે મોહમ્મદ શમીની દીકરી નથી. હસીન છેલ્લા કેટલાક સમયથી તેની દીકરીઓ સાથે બીરભૂમમાં રહે છે.
મોહમ્મદ શમી સાથે વિવાદ
હસીન જહાંનો તેના પતિ ભારતીય ક્રિકેટ ટીમમાં ઝડપી બૉલર મોહમ્મદ શમી સાથે લાંબા સમયથી કાનૂની અને વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યો છે, જે છે. બન્ને ઘણા વર્ષોથી અલગ રહે છે. તાજેતરમાં, કોલકાતા હાઈ કોર્ટે શમીને તેની પત્ની અને દીકરી ઈરાના ભરણપોષણ માટે રૂ. 4 લાખ માસિક ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. શમીએ હસીન જહાંને રૂ. 1.5 લાખ ચૂકવવાના છે. તેમની દીકરી ઈરાની સંભાળ માટે રૂ. 2.5 લાખ ચૂકવવાના છે. જમીનના વિવાદે હવે હસીન જહાં માટે કાનૂની મુશ્કેલીનો એક નવો સ્તર ઉમેર્યો છે. તેના અને તેની દીકરી અર્શી સામે હત્યાના પ્રયાસ જેવા ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા હોવાથી, આ મામલા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે તેમની તપાસ શરૂ કરી દીધી છે અને સાક્ષીઓના નિવેદનો સાથે વાયરલ વીડિયોની તપાસ કરશે.