02 December, 2025 06:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કમર્શિયલ LPG સિલિન્ડર
સરકારે ૧ ડિસેમ્બરથી અમલમાં આવે એ રીતે ૧૯ કિલોગ્રામના કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગયા મહિને પણ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૯ કિલોગ્રામના કમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે મુંબઈમાં ૧૫૩૧ રૂપિયા, દિલ્હીમાં ૧૫૮૦.૫૦ રૂપિયા, કલકત્તામાં ૧૬૮૪ અને ચેન્નઈમાં ૧૭૩૯.૫૦ રૂપિયા કરવામાં આવી છે. જોકે સરકારે ૧૪ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશનાં મોટા ભાગનાં શહેરોમાં રસોઈગૅસનો ભાવ ૮૫૦થી ૯૬૦ રૂપિયાની વચ્ચે છે. મુંબઈમાં ૮૫૨.૫૦ રૂપિયા અને દિલ્હીમાં ૮૫૩ રૂપિયા છે.