02 December, 2025 10:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કિરેન રિજિજુ
વિપક્ષ તાજેતરમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાના મુદ્દે તાત્કાલિક ચર્ચા થાય એવી માગણી કરતા રહ્યા હતા. તેમણે દિલ્હીમાં થયેલા આત્મઘાતી બૉમ્બ-બ્લાસ્ટ અને દિલ્હી-NCRમાં પ્રદૂષણની પરિસ્થિતિ પર ચર્ચા કરવાની માગણી કરી હતી. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે આ મુદ્દાઓ પર બન્ને સદનમાં ભારે હંગામો થયો હતો અને આખરે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં કહ્યું હતું કે ‘મતદારયાદીના SIR પર ચર્ચા કરવાની વિપક્ષની માગણી પર સરકાર વિચાર કરી રહી છે. આ માગણી ખારિજ નથી કરવામાં આવી. સરકાર કોઈ મુદ્દે ચર્ચા કરવામાંથી પાછળ નથી હટી રહી, પણ સમયસીમા ન થોપવામાં આવે.’