કાશ્મીરમાં હિઝબુલ્લા જેવો ડ્રોન અટૅકનો ખતરો

24 May, 2026 09:15 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

છ સૈન્ય ઠેકાણાંઓને ટાર્ગેટ કરવાના ઇરાદાથી પાકિસ્તાનથી ૪ આતંકવાદીઓ ઘૂસ્યા, લાઇન ઑફ કન્ટ્રોલ પાસે પીર પંજાલની પર્વતમાળાનાં જંગલોમાં જોવા મળી હતી શંકાસ્પદ ઍક્ટિવિટી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સુરક્ષા એજન્સીઓના કહેવા મુજબ લેબૅનનના શાદાબ બાઝી સાથે પાકિસ્તાનના ૩ આતંકવાદીઓ પાકિસ્તાનના રસ્તે ભારતમાં ઘૂસી ચૂ્કયા છે. એવી શંકા છે કે આ આતંકવાદીઓ કાશ્મીરમાં ૬ સૈન્ય થાણાં પર મોટો હુમલો કરવાની પેરવીમાં છે. 

સિક્યૉરિટી એજન્સીઓને મળેલા ખુફિયા રિપોર્ટ મુજબ આ આતંકવાદીઓ પૂંછના ગગરિયા અને કુંડેનાળા વિસ્તારથી ભારતમાં ઘૂસ્યા છે. આ આખો વિસ્તાર ગાઢ જંગલો અને પહાડી રસ્તાથી ઘેરાયેલો છે. ખુફિયા એજન્સીઓને મળેલા રિપોર્ટ મુજબ આતંકવાદીઓના લિસ્ટમાં લેબૅનનનો શાદાબ બાજી અને પાકિસ્તાનના ઝાકિર ખાન અને ઝુલ્ફખાન શિકારી ઉર્ફે આમિર ખાન ‍તેમ જ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરનો મીર હમઝા સામેલ છે. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના હાઇબ્રિડ મૉડલ પર કામ કરી રહ્યા છે. આતંકવાદીઓની ઉંમર ૨૩થી ૨૫ વર્ષની વચ્ચે છે અને તેઓ કાશ્મીરનાં જ ૬ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવાના છે.

પીર પંજાલની પર્વતમાળાના કાઝીગુંડમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઍક્ટિવિટી જોવા મળી છે. તેઓ બે લોકલ ગાઇડની મદદથી આગળ વધી રહ્યા છે.    

national news india jammu and kashmir indian army terror attack