ગર્લફ્રેન્ડનાં મમ્મી-પપ્પાને ઇમ્પ્રેસ કરવામાં જીવ ગુમાવ્યો આ ચીની ભાઈએ

15 November, 2025 01:56 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનના હેનાન પ્રાંતમાંથી એક દુખદ ઘટના સામે આવી હતી. ૩૬ વર્ષના એક ભાઈએ તેની ગર્લફ્રેન્ડનાં મમ્મી-પપ્પાને ઇમ્પ્રેસ કરવા અને પોતે ફિટ ઍન્ડ ફાઇન છે એવું દેખાડવા માટે વજન ઘટાડવાની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું.

ગર્લફ્રેન્ડનાં મમ્મી-પપ્પાને ઇમ્પ્રેસ કરવામાં જીવ ગુમાવ્યો આ ચીની ભાઈએ

ચીનના હેનાન પ્રાંતમાંથી એક દુખદ ઘટના સામે આવી હતી. ૩૬ વર્ષના એક ભાઈએ તેની ગર્લફ્રેન્ડનાં મમ્મી-પપ્પાને ઇમ્પ્રેસ કરવા અને પોતે ફિટ ઍન્ડ ફાઇન છે એવું દેખાડવા માટે વજન ઘટાડવાની સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે સર્જરીના થોડા દિવસ પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું. અહેવાલો પરથી જાણવા મળ્યું હતું કે આ ભાઈનું વજન ૧૩૪ કિલો હતું. ઘણા સમયથી તે ઓબેસિટી અને ખરાબ ઈટિંગ હૅબિટ્સથી પીડાતો હતો. જોકે જ્યારે તેનું અને તેની ગર્લફ્રેન્ડનું અફેર સિરિયસ થયું અને બન્નેએ લગ્નની તૈયારીઓ શરૂ કરી ત્યારે તેણે નક્કી કર્યું કે હવે તે સુધરી જશે. એટલું જ નહીં, ગર્લફ્રેન્ડની ફૅમિલીને ઇમ્પ્રેસ કરવા માટે તેણે સર્જરી કરાવીને ઝડપથી વજન ઘટાડવાનું નક્કી કર્યું હતું. ૩૦ સપ્ટેમ્બરે તેને ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી માટે હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યો હતો. બીજી ઑક્ટોબરે તેની સર્જરી થઈ એના ૪૮ કલાકમાં જ તેની હાલત બગડી ગઈ હતી. શ્વાસ બંધ થઈ ગયા પછી તેને તાત્કાલિક ICUમાં લઈ જવામાં આવ્યો હતો. એ પછી ડૉક્ટરોના અનેક પ્રયાસો છતાં પાંચમી ઑક્ટોબરે તેનું મૃત્યુ થયું હતું.

china offbeat news world news international news viral videos