07 December, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
જેટલી ઝડપી અને પાવરવાળી કાર હોય એને ચલાવવા માટે કન્ટ્રોલ પણ એટલો જ પાવરફુલ હોવો જોઈએ. જો કાર ચલાવવા પર જરાક કન્ટ્રોલ ગુમાવાય તો શું થાય એનો પરચો રોમાનિયામાં થયેલી એક ઘટનામાં જોવા મળે છે. રોમાનિયામાં એક મર્સિડીઝ કાર બેકાબૂ થઈને એટલી ઝડપથી દોડી રહી હતી કે એક તબક્કે એ હવામાં ઊછળીને પ્લેનની જેમ બે કારના માથેથી પસાર થઈ ગઈ અને પછી ખૂણામાં જઈને ક્રૅશ થઈ હતી. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. નસીબજોગે મર્સિડીઝ જ્યાં પડી હતી ત્યાં કોઈ વાહન નહોતું. રસ્તામાં ચાલી રહેલી બે કાર પરથી પ્લેનની જેમ મર્સિડીઝ ઊડી ગઈ હતી. નવાઈની વાત એ છે કે આટલા ભયાનક હાદસા પછી પણ કાર ચલાવતો પંચાવન વર્ષનો ડ્રાઇવર બચી ગયો હતો. ડ્રાઇવરને અચાનક જ શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ રહી હોવાથી તેનો કારના સ્ટીઅરિંગ અને એક્સેલરેટર પરથી કન્ટ્રોલ છૂટી ગયો હતો અને એ કાર હવાઈ સફર કરીને લૅન્ડ થઈ હતી.