થાઇલૅન્ડના સ્કાયડાઇવરે વિશ્વના સૌથી ઊંચા સક્રિય જ્વાળામુખી પર લૅન્ડિંગ કર્યું

24 May, 2026 01:28 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

આ સ્ટન્ટમૅન રિયલ એસ્ટેટનો બિઝનેસમૅન છે અને અત્યાર સુધીમાં ૧૨૫૦ વાર સ્કાયડાઇવિંગ કરી ચૂક્યો છે.

થાઇલૅન્ડના એક સ્કાયડાઇવરે સ્કાયડાઇવિંગ કરીને આ સૌથી ઊંચા જ્વાળામુખી પર પૅરૅશૂટથી લૅન્ડિંગ કરવાનું કારનામું કર્યું છે

વિશ્વના સૌથી ઊંચા સક્રિય જ્વાળામુખી ઓજોસ ડેલ સલાડોની સમુદ્રની સપાટીથી ઊંચાઈ ૫૪૪૨ મીટર છે. થાઇલૅન્ડના એક સ્કાયડાઇવરે સ્કાયડાઇવિંગ કરીને આ સૌથી ઊંચા જ્વાળામુખી પર પૅરૅશૂટથી લૅન્ડિંગ કરવાનું કારનામું કર્યું છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં આ કરતબ નોંધાયું છે. તાનાબોવોર્ન સિરિકુનાકોરકુન નામના ૪૮ વર્ષના સ્કાયડાઇવરે આ સ્ટન્ટ કરીને જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. આ સ્ટન્ટમૅન રિયલ એસ્ટેટનો બિઝનેસમૅન છે અને અત્યાર સુધીમાં ૧૨૫૦ વાર સ્કાયડાઇવિંગ કરી ચૂક્યો છે.

offbeat news thailand international news world news guinness book of world records