એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને પ્રસવની પીડા ઊપડી, લખનઉ રેલવે-સ્ટેશન પર‌ ટ્‍વિન્સને જન્મ આપ્યો

01 November, 2025 05:41 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના લખનઉ પાસેના ચારબાગ સ્ટેશને તહેવારોને કારણે જામેલી ભીડ વચ્ચે એક અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો. આ સ્ટેશન પર ગયા ગુરુવારે રાતે અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલી એક મહિલાને અચાનક પ્રસવની પીડા ઊપડી હતી.

લખનઉ રેલવે-સ્ટેશન પર‌ ટ્‍વિન્સને જન્મ આપ્યો

ઉત્તર પ્રદેશના લખનઉ પાસેના ચારબાગ સ્ટેશને તહેવારોને કારણે જામેલી ભીડ વચ્ચે એક અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો. આ સ્ટેશન પર ગયા ગુરુવારે રાતે અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલી એક મહિલાને અચાનક પ્રસવની પીડા ઊપડી હતી. મહિલા લાલગઢથી બિહારના સમસ્તીપુર જઈ રહી હતી. જોકે હજી ટ્રેન લખનઉ જ પહોંચી હતી ત્યાં હીરા નામની મહિલાને પ્રસવની પીડા શરૂ થઈ. તરત જ તેના પરિવાર અને સહયાત્રીઓએ ૧૩૯ પર સંપર્ક કરીને મદદ માગી. હેલ્પલાઇને તરત જ ચારબાગ સ્ટેશન પર મેડિકલ હેલ્પ મળે એની વ્યવસ્થા શરૂ કરી દીધી. સ્ટેશન પર જ ઇમર્જન્સી મેડિકલ રૂમને અલર્ટ કરવામાં આવ્યો. ઍમ્બ્યુલન્સને પણ બોલાવી રાખી હતી. જોકે સ્ટેશન પર ઍમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં જ હીરાએ ઇમર્જન્સી રૂમમાં બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો. રેલવેના ડૉક્ટરોએ સૂઝબૂઝ દાખવીને સ્ટેશન પરિસર પર જ પ્રસવ કરાવ્યો જેમાં એક દીકરો અને એક દીકરી જન્મી હતી. એ પછી હીરાદેવી તેનાં બન્ને નવજાત બાળકો અને પરિવાર સાથે બીજી ટ્રેનમાં બેસીને સમસ્તીપુર નીકળી ગઈ. 

medical information lucknow uttar pradesh indian railways offbeat news