12 November, 2025 12:55 PM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
પરંપરાગત ગિફ્ટ આપીને ઉમા છેત્રીને સન્માનિત કરી દેવજિત સૈકિયાએ
આસામની ૨૩ વર્ષની વિકેટકીપર-બૅટર ઉમા છેત્રી વર્લ્ડ કપમાં માત્ર એક મૅચ રમી શકી હતી. જોકે વર્લ્ડ કપમાં તેણે કોચથી કૅપ્ટન સુધી મેસેજ કે ટિપ્સ પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેદાન પર પ્લેયર્સ સુધી ડ્રિન્ક કે અન્ય વસ્તુઓ પહોંચાડવા માટે તે દોડાદોડ કરતી જોવા મળી હતી. વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય તરીકે તેને આસામ સરકારે ૨૫ લાખ અને આસામ ક્રિકેટ અસોસિએશન તરફથી ૫૧ લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાંથી ભારતીય ટીમ માટે રમનાર પહેલી મહિલા ક્રિકેટર ઉમા છેત્રીના સન્માન-સમારોહમાં ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા પણ જોડાયા હતા. ગુવાહાટીમાં જન્મેલા દેવજિત સૈકિયા પણ આસામ માટે વિકેટકીપર તરીકે ચાર ફર્સ્ટ ક્લાસ મૅચ રમી ચૂક્યા છે.