૨૩ બૉલ રમીને ઝીરો પર આઉટ થયો પડિક્કલ

23 November, 2024 03:11 PM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

ભારત વતી ઑસ્ટ્રેલિયા સામે લૉન્ગેસ્ટ ડક હતું. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં આ લૉન્ગેસ્ટ ડક ૭૭ બૉલ અને ૧૦૧ મિનિટનું છે.

દેવદત્ત પડિક્કલ

દેવદત્ત પડિક્કલ ગઈ કાલે ૨૩ બૉલ રમીને ઝીરો પર આઉટ થયો હતો. ભારત વતી ઑસ્ટ્રેલિયા સામે લૉન્ગેસ્ટ ડક હતું. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં આ લૉન્ગેસ્ટ ડક ૭૭ બૉલ અને ૧૦૧ મિનિટનું છે. આ નાલેશીભર્યો રેકૉર્ડ ન્યુ ઝીલૅન્ડના જ્યૉફ ઍલટના નામે છે, જે ૧૯૯૯માં સાઉથ આફ્રિકા સામે રમતી વખતે નોંધાયો હતો.

આવી સિક્સર તો રિષભ પંત જ મારી શકે

રિષભ પંતે ગઈ કાલે ૭૮ બૉલમાં ૩૮ રન કર્યા એમાં એક સિક્સર પણ મારી હતી. ફાઇન-લેગની દિશામાં આ સિક્સર મારવા તે રીતસરનો પડી ગયો હતો.

india australia cricket news sports sports news Rishabh Pant indian cricket team