12 November, 2025 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની સંતાન અનાયા બાંગરના પ્રૅક્ટિસ-સેશનના વિડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી છે. તે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની કિટ-બૅગ સાથે ક્રિકેટ મેદાન પર પ્રૅક્ટિસ કરતી જોવા મળી હતી. સંજય બાંગર ૨૦૨૧થી ૨૦૨૩ દરમ્યાન બૅન્ગલોર ટીમના કોચિંગ-સ્ટાફનો ભાગ હતો. અનાયા સેક્સ-ચેન્જ ઑપરેશન કરાવીને આર્યનમાંથી મહિલા બની છે. જોકે ટ્રાન્સજેન્ડર મહિલાઓને ઇન્ટરનૅશનલ મહિલા ક્રિકેટ રમવાની મંજૂરી નથી, પરંતુ અનાયાની વાર્તા જાણીને ટ્રાન્સજેન્ડર ક્રિકેટ વિશે વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.