02 December, 2025 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેલ સ્ટેન
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને સ્ટાર બૅટર વિરાટ કોહલીની માનસિકતા, દૃઢતા અને રમવા માટેની ભૂખની પ્રશંસા કરી છે. ૮૩મી ઇન્ટરનૅશનલ સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે તેણે કહ્યું હતું કે ‘જ્યારે તમે મોટા ભાગના ૩૭ કે ૩૮ વર્ષના ખેલાડીઓ સાથે વાત કરો છો ત્યારે તેઓ કહે છે કે તેમને ઘર, તેમના કૂતરા, તેમનાં બાળકોને છોડીને જવાનું પસંદ નથી, પરંતુ વિરાટ માનસિક રીતે એવી સ્થિતિમાં છે જ્યાં તે ભારત વતી રમવા માટે ઉત્સુક છે. તે પિચ પર ફટાફટ દોડે છે, ફીલ્ડિંગ કરે છે અને ડાઇવ લગાવે છે. તે માનસિક રીતે યંગ અને ફ્રેશ છે. તે અહીં મેદાનમાં રહેવા માગે છે.’
ડેલ સ્ટેને વધુમાં કહ્યું હતું કે ‘તેણે ૧૫-૧૬ વર્ષમાં ૩૦૦થી વધુ વન-ડે રમી છે એથી તેની પાસે અનુભવ છે. જો તે ૩ દિવસના વરસાદ પછી રાંચીમાં રમવા આવ્યો હોત તો પણ તેની તૈયારી પર કોઈ અસર ન પડી હોત. તે માનસિક રીતે મજબૂત છે, સારી રીતે કલ્પના કરે છે અને બૉલને બૅટ પર આવતા જોઈ શકે છે. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ આવું જ કરે છે. તેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે, કારણ કે તેઓ ઘણી વખત મેદાન પર રહ્યા હોય છે.’